ડૉ. હેત  
4 Followers · 3 Following

Joined 3 May 2020


Joined 3 May 2020
27 AUG AT 12:40

किसी से माफ़ी माँगी ,किसीको माफ किया

ज़रूरी ये भी है कि

खुदसे माफ़ी माँगे,
खुदको भी माफ करे

“मिच्छामी दुक्कड़म ”

-


15 AUG AT 21:40

“આભાસી દુનિયામાં વાસ્તવિક લાગણી”ની શોધમાંથી આઝાદી મેળવ …..
અન્યોના કેદમાં ફસાયેલી જાતને છોડાવી
“હૂંફ”ના પરાવલંબનમાંથી આઝાદી મેળવ…..

-


1 JUL AT 10:23

Happy doctor’s day
उन “google doctors”को भी
जो symptoms google करके दवाइयां खाते है
और side effects google करके दवाइयां बंद करते है 🤭

-


7 MAY AT 17:46

જો હોય “મન” અગર તકલીફમાં
તો સંકોચ ના કર મદદ માંગવામાં
કારણ?
મન અને જીવનનું જોડાણ તે એવું
જો જીવનમાં ઉથલપાથલ તો મનમાં
અને મનમાં ઉથલપાથલ તો જીવનમાં

-


2 APR AT 10:37

પહેલું સુખ કયું?

“પહેલું સુખ તે જાતે નર્યા ”

શરીરથી અને મન થી………


- ડૉ. હેતલ
(મનોચિકિત્સક)

-


2 SEP 2023 AT 19:50

અહીં અર્ધજાગ્રત મન (subconscious mind) નાં બે પાસાની વાત કરવામાં આવી છે.....
૧) એક એ કે અર્ધજાગ્રત મન જે મેળવી નથી શકાઈ એવી જિંદગીને સપના દ્વારા જીવવાનો પ્રયાસ કરતું હોય છે, સપનામાં એ પોતાની જ દુનિયા ઉભી કરી લેતું હોય છે અને જે નથી મળ્યું એની ખુશી એ સપના દ્વારા અનુભવી શકતું હોય છે

૨) જ્યારે બીજી બાજુ એમ પણ બની શકે કે ના મેળવી શકાયેલી જિંદગીને સપના દ્વારા ખરાબ સાબિત કરવાનો પ્રયાસ કરતું હોય , જેથી હાલની જિંદગી વધુ સારી લાગી શકે.....

-


2 SEP 2023 AT 19:45

ડૉ. આઈ કે વીજળીવાળાની આ મનોવૈજ્ઞાનિક નવલકથાનો નાયક છે “જીવણ” .........જે બે પ્રકારનું જીવન જીવે છે

એક જીવનમાં એ બેરોજગાર અને ગરીબ છે, પણ પ્રેમાળ પત્ની અને બે સમજદાર બાળકોની સાથે છે....... છતાં પૈસાદાર ન હોવાનો અને ભૌતિક સુખ મેળવી ન શક્યાનો એને ક્યાંક ને ક્યાંક અફસોસ છે જ્યારે જીવણ સૂઈને ઉઠે છે ત્યારે એ બીજા જીવનમાં પ્રવેશે છે જેમાં તે ખૂબ “ધનાઢ્ય” જીવણશેઠ છે પણ પ્રેમ અને લાગણીહિન લગ્નજીવન, સ્વચ્છંદ દીકરી અને નશાધૂત દીકરાથી કંટાળી ગયેલ છે આ જીવણશેઠ સુઈને ઊઠે ત્યારે એ જીવણ તરીકે જાગે છે.......... હવે આ બંનેમાંથી કઈ હકીકત છે અને કયો ભ્રમ છે એ તો નવલકથાના અંતે જાણવા મળે એમાં જ મજા છે

-


8 AUG 2023 AT 20:02

આપણને નાનપણથી સમજાવવામાં આવ્યું છે ને કે
ખુલ્લા દિલથી હસવું ઉત્તમ છે
હસવાનો આનંદ માણવો જોઈએ

પણ કોઈએ એમ નથી શીખવ્યું કે
ખુલ્લા મનથી રડવું પણ યોગ્ય છે
રડ્યા પછી મનની હળવાશને માણવી જોઈએ .....

હસવું અને રડવું બંને લાગણીઓ છે
એક સારી અને એક ખરાબ એમ લેબલ ન કરી શકાય
હદમાં હોય તો બન્ને સામાન્ય......
અને હદમાં ન હોય તો બન્ને અસામાન્ય.....

-


29 DEC 2022 AT 9:29

કોઈપણ શહેર ક્યારે ગમતું હોય?
જ્યારે એમાં મોટા મોટા malls, સુંદર બગીચાઓ હોય ,
દરિયા કિનારો હોય કે સિનેમા થિયેટર હોય...
ના, બિલકુલ નહિ....
એ શહેર સાથે જોડાયેલી એવી યાદો અને ઘટનાઓ
જે તમારા સ્વવિકાસમાં મદદરૂપ થઈ હોય.....
નહીં કે માત્ર સારા અનુભવ,
પણ ખરાબ અનુભવમાંથીય શીખીને જો જાત પરિવર્તન કર્યું હોય તો એ શહેર વધારે સુંદર લાગી શકે છે

-


28 DEC 2022 AT 21:13

બીજાના વિચારો, બીજાની આપણા પ્રત્યેની કૉમેન્ટ્સ
આપણને કેટલું ઇફેક્ટ કરતી હોય છે
આ એકમાત્ર બહારનો તણખો આપણા રૂટિનને સળગાવીને ખાખ કરી દેતો હોય છે
આ તણખલો આપણા મનમાં પ્રવેશે એના પહેલા એને અટકાવવો સારો અને જો રોકી ના શકીએ તો પ્રવેશ્યા પછી એને ઠારવાનો પ્રયત્ન કરવો સારો.....

પણ કઈ રીતે?

આપણામાં રહેલી સારી-સારી ક્વોલિટીઝ ના વખાણ કરીને...
આપણી જાતને થોડો વધારે પ્રેમ કરીને .....

-


Fetching ડૉ. હેત Quotes