સંબંધ બગાડતા પણ પાંચ મિનિટ લાગે...
અને સબંધ સુધારતા પણ પાંચ જ મિનિટ લાગે...
નક્કી તમારે કરવાનું છે તમારી આ પાંચ મિનિટ ક્યાં બગાડવી....
મારૂ પ્રવચન-
આ દુનિયા માં તમારા અસ્તિત્વ અને મોજુદગી કરતા તમારી પાસેથી ક્યાં કામ નીકળી શકે છે એ વધારે મહત્વ નુ છે....
#અનુભવ_ની_આખ
-
આજની બુક નો સાર
એકલા વ્યક્તિ ને જરૂર એક સારા મિત્ર ની હોય તમારા ખરાબ સમય મા એજ તમારી સાથે ના હોય તો એ મિત્ર અને એ મિત્રતા શું કામની...-
સુખ ,દુ:ખ ,કથા ,અને વ્યથા જેની સામે નિર્દોષ પણે મુકી શકો એ મિત્રતા બાકી બધી સ્વાર્થ સંતોષવા ચિત્રાએલ ચિત્રતા...
-
જીવ તું કેમ મુંઝાય છે….
સપના ઊંચા અને સાદગી કેમ સેવાય છે ?....
સંઘર્ષ ઘણો અત્યારથી માંદગી કેમ દેખાય છે ?....
જીવ તું કેમ મુંઝાય છે….
સિંહ સમી આંખોમાં આજે આસુ કેમ દેખાય છે ?....
વાંક તો આ જીવનનો છે દોશ તને કેમ દેવાય છે ? ….
જીવ તું કે મુંઝાય છે….
_______________________
મારું કહેવું બસ એટલુ….
સંઘર્ષ ભલે લાંબો પણ સામે સાચી રાહ દેખાય છે….
આંસુ પાડીને સામે નીર અમૃત દેખાય છે….
મારા શોખની સામે રાષ્ટ્રહિત સહિતની જવાબદારી દેખાય છે....
કોઈને સમજાય કે ન સમજાય બાપુ સામે દર્શીત કોરાટ અમને ઉજળો દેખાય છે….
#મારા_સવાલો_ને_મારો_જવાબ-
" દોસ્તી "
એટલે Friendship day ના દિવસે સ્ટોરી મૂકી અને પોતાના દોસ્ત ને મેન્શન કરી દેવાથી દોસ્ત નથી બની જવાતું સાહેબ....
પણ એની હરેક મુશ્કેલી માં સૌથી પહેલાં એના મનમાં તમે મેન્શન થાવ ને એના દુઃખના ભાગીદાર બનો પછી ભલે એ દુઃખ માં હાર મળે કે જીત પણ છેક સુધી તેનો હાથ પકડીને રાખો ને તો એ જ સાચી દોસ્તી .....-
આજે મારી ચા ઢોળાય ગય...
ખબર નહીં તેમની મારી સાથે ની મુસ્કાન ક્યાં રેલાય ગય….
હોઠે લગાવતા પહેલાજ સાલી ગરમ લાગી ગય…
આજે મારી ચા ઢોળાય ગય…
ચાહતો ના રંગ માં કોને ખબર ક્યાં ખોવાય ગય…
વાત કરવી છે છતાં ના કેમ કેવાય ગય…
આજે મારી ચા ઢોળાય ગય…
કેમ કહું એને એ ખડુસ અહેસાસ કરાવી ગય…
આ ચા જેવી તારી પણ શાયદ ટેવ પડી ગય…
આજે મારી ચા ઢોળાય ગય...
-
हमें हमारा कर्म मालूम है याद करवाने की जरूरत नहीं।
आप खामोश हैं मतलब आपकी बातों में सच्चाई नहीं।
हम फौलादी है कुछ करने वालों में से हैं , देखने वालों में से हम नहीं।
सच्चाई को साथ ले जुठ पीने वाले हम नहीं।
खामोश वहीं रहते हैं जिसमें कुछ करने का दम नहीं।
हम तो हुंकार करने वालों में से है खामोशी हमारा काम नहीं।
-
તારો અહેસાસ જ કાફી છે…
તારી બધી ભૂલો આજે કરી માફી છે…
કારણ આ પ્રેમ ની ચાસણી અમે પણ ક્યાંક ચાખી છે…
તારો અહેસાસ જ કાફી છે…
લાગણીઓ હવે હદ વટાવે છે છતા તેને કાબુ માં રાખી છે...
યાર સવાર ના પ્રકાશ થી લય રાત ની ચાંદની સુધી બસ તારી જ ઝાંખી છે…
તારો અહેસાસ જ કાફી છે…
એક આંખ ના પલકારે બોવ મોટી ભુલ કરી નાખી છે...
જુકી ગયા અમે અને કોઇ બોલી ગયુ કોરાટ તારા માટે આજ કાફી છે….
-
મેચ્યોરિટી સંબંધ માં ન હોય સાહેબ નકર સોનાની નગરી નો રાજા મિત્રના લાવેલા તાંદુલ ખાવા બાળકની જેમ દોટ ના મુકત..
#લાગણીસભરલોકો-