મન,
અકળ મન,
અકળાતું, ભીસાતું મન,
વિચારતું,અટવાતું,ડરતું,દુઃખાતું મન,
મણભર નો ભાર ભરીને આંખોમાં,
વરસાદી પાણીની જેમ ધીમું વરસતું મન.,
થાકતું, લડતું, જૂજતું,કંટાળતું તોય ,
હિંમત હાર્યા વગર જીવતું મન...
-
મારા વિચારો ગમે છે તો ચોક્કસ મારી youtube channel ની મુલાકાત ચોક્કસ લેશો.
પ્ર... read more
પોતાનું માણસ
આપણી ફક્ત આંખો જ જોઈને બધું જ સમજી જનારું વ્યક્તિ કેટલું ઓળખતું હોય છે આપણને ? ! એ જાણવા વિચારવા પ્રયત્ન કર્યો છે ખરો?? એને આપણી કેટલી દરકાર કરી છે ને કરતું જ આવ્યું છે એની નોંધ લીધી છે ખરી? આપણે પોતાને, પોતાના મૂડ સ્વિંગને , વર્તનને નથી સમજી શકતા એના કરતાં એ વ્યક્તિ આપણને વધુ ઓળખે છે., આપણને, આપણી પરિસ્થિતિને , મૂડને અને સમયને અનુકૂળ થઈને જીવે છે, કયારેક એ પોતે પણ કંટાળેલું,થાકેલું, હારેલું હોઈ શકે..ત્યારે તમે એના માટે શું કર્યું? એને ઈમ્પોર્ટન્સ આપ્યું, સમય કાઢીને હું પણ તારી એટલી જ દરકાર કરું છું એ કહ્યું? જતાવ્યું? કે ટેકન એઝ ગ્રાન્ટેડ લઈ લીધું છે એને..
વિચારો અને સમજો પાસેના માણસને, જે સતત તમારું જ છે તમારા માટે જ જીવે છે... બાકી તો દરેક માણસ અનાજ જ ખાય છે!!!
દર્શનાની વાતો દર્શનાની કલમે.
દર્શના રાણપુરા.-
વસંત પંચમી અને વેલેન્ટાઈન ડે બંને દિવસ એટલે અલગ અલગ સંસ્કૃતિ માટે બનેલા પ્રેમ જાહેર કરવાના દિવસ !!
હવે તો દુનિયા ઘણી નાની થઈ ગઈ છે, વેલેન્ટાઈન ડે આપણે પણ મનાવીએ છીએ , ખોટું નથી કાંઈ એમાં ,ગમતા કોઈ પણ વ્યક્તિને તું કેટલું ગમે છે એ કહેવા માટે, અનુભવ કરાવવા માટે આ દિવસો છે. ખરેખર કહું તો ભલે માણસ ગમતું હોય તો કોઈ સ્પેશ્યલ દિવસ કે સમયની રાહ ના જોવી જોઈએ પણ ગમતા માણસને સ્પેશ્યલ ફિલ કરાવવા માટે આ દિવસ જરૂરી છે.
વેલેન્ટાઈન દિવસ, સાંભળીએ એટલે લાલચટક હાર્ટ અને લાલમજાના ગુલાબ નો ગુલદસ્તો દેખાય,! દેખાવા જ જોઈએ તો જ હજુ જુવાની બાકી રહી છે એમ સમજવું!!!
જોક્સ અપાર્ટ સાચું કહું તો બંને દિવસ માં ગમતાનો ગુલાલ કરવો જ જોઈએ.
એક નાનું ફૂલ, એક નાનકડી ચોકલેટ ,એક મોગરાનો ગજરો કે એક મોટી લટાર સાથે ચાલતા જવાની..મજા.એ સંબંધમાં જે રોમાન્સ સાચવી રાખશે એ તો કરશો તો જ ખબર પડશે..ગમતું વ્યક્તિ એટલે પ્રેમી, પ્રેમિકા જ હોય એ જરૂરી નથી.,એ મમ્મી, પપ્પા ,ભાઈ -બેન, ભાભી ,દોસ્ત, પાડોશી ,દાદા દાદી કે આપણા સંતાનો પણ હોય કે જેને આપણે કૈક સ્પેશ્યલ ફિલ કરાવાની મજા માણી શકીએ, રોમાંચ એમની આંખોમાં જોઈ શકીએ.
જીવનની વસંત જીવનના આસપાસના લોકોમાં જ સમાયેલી હોય છે. એટલે એમને સતત પ્રેમ અને કેરથી સાચવતા રહેવું નહીં તો ફોટાને હાર ચડાવતા દુઃખ થશે કે જીવતા એક ફૂલ ઝંખતા માણસને હવે ફોટામાં ફૂલ ચડાવવું પડે છે.
દર્શનાની વાતો દર્શનાની કલમે.
-
બંધ દરવાજા પાછળ ભાગ્ય છુપાયું હોય,
એમ પણ બને,
ટકોરો મારો ને કિસ્મતના દરવાજા ખુલી જાય,
એમ પણ બને.-