સંબંધ એટલે શું????
હાથ મિલાવો એ નહિ પણ નાજુક સમય માં હાથ પકડી રાખવો એ
હું તારી પાસે છું એ નહિ પણ હું તારી સાથે છું એ-
જિંદગીની નથી ખબર એટલે હર એક ક્ષણને જીવું છું
કાલની નથી ખબર એટલે આજને જીવું છું
સાંજની નથી ખબર મને એટલે સવારને જીવું છું
બસ હું હર એક ક્ષણને જીવું છું-
પ્રેમ જે વ્યક્તિને unsteady કરી મૂકે
પ્રેમ જે વ્યક્તિને કોઈપણ બીમારી વગર બીમાર કરી મૂકે
પ્રેમ જે વ્યક્તિને જીવાડી પણ શકે અને મારી પણ શકે
છતાં પ્રેમને શબ્દોમાં બાંધવો ખુબ જ મુશ્કેલ....
અને પ્રેમ થતો રોકવો તો મુશ્કેલ જ.-
બહુ સીમિત છું હું મારા શબ્દોમાં....
પરંતુ....
બહુ વિસ્તૃત છું હું મારા અર્થોમાં....-
જીંદગીની સફર ક્યાં સુધી છે.એ તો ખબર નથી....
પણ....
ચાલતા રહેવું જ પડશે..અને ક્યાંક અટકવું પણ પડશે...-
આકાશનું માત્ર ભુરુ હોવું પૂરતું નથી.....
તેમા સાત રંગોના મેઘધનુષનું હોવું પણ
એટલું જ અનિવાર્ય છે.....-
નદી કોતરો ઓળંગતી...
નાચતી, કુદતી,મનમાં ઉમાળકા લઇ દોડી હતી.... મળવાને પોતાના અસ્તિત્વને એક નવા સ્વરૂપમાં વિલીન કરવા.....
પણ તેને ક્યાં??? ખબર હતી કે દરિયો તો ખારો જ હોવાનો.....-
બીજાની ખુશીનો વિચાર કરતા...
અમે
પોતાની જ ખુશી ખોઈ બેઠા...
પૂનમની રાતને જ જાણે અંધારી કરી બેઠા...-
જેટલી દૂર જાઊં એટલી જ યાદ આવે....
બસ
અતિશય પ્રેમ જ અકળામણનું કારણ બનાવે...-
अपने एहसासो से अंजान रहती हूँ मै....
क्यों?? अब हर रिश्तों से दूर रहती हूँ मै...
फिर भी क्यों??
खूबसूरत रस्ते की तलाश करती हूँ मै...-