તારી નજરના ભારથી કેવો દબાઈ ગયો છું,
તારી એ નમણી નજાકતમાં છવાઈ ગયો છું.
નથી આમ તો કોઈ મને એવી જરૂરત હવે,
તોય ન જાણે કેમ તારામાં હું ખેંચાય ગયો છું.
આંખોથી આખેઆખો કેવોક અંજવાય ગયો છું,
હતો અંખડ તોય તુજથી નંદવાય ગયો છું.
નથી આશા કોઈક તને કે મને મળી જવાની,
તોય કેમ તારી આંખોમાં હું ભરમાય ગયો છું.
બચી ગયો હશે જરૂર એક દિલનો ટૂકડો,
નહીં તો મૃગલી હું ક્યારનોય ચવાઈ ગયો છું.
-
ચાહક "કાવ્યરસ"
(ચાહક (છીપીઆલ))
14 Followers · 41 Following
Joined 3 March 2021
23 JUL 2022 AT 12:24
20 MAY 2022 AT 8:04
પંખીના ટહુકા, તારી યાદ લઈ આવે છે,
તું નથી એની એ ફરિયાદ લઈ આવે છે!
-