Bindiya M. Goswami   (Bindu's✍️)
158 Followers · 34 Following

Writing is my obsession 😊
Joined 15 November 2019


Writing is my obsession 😊
Joined 15 November 2019
3 MAY 2024 AT 23:03

માં...

આપના નિસ્વાર્થ પ્રેમ અને સમર્પણને શબ્દોથી વ્યક્ત કરવા અમે સમર્થ નથી અને આપે કરેલી મહેનતનું ૠણ ચૂકવવા પણ અમે સક્ષમ નથી...આપના આશિર્વાદથી જ આપણે આજે આપણા નવા ઘરમાં ખૂશીઓથી સભર એક નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમારા તરફથી આપના ચહેરા પર ખૂશી લાવવાનો એક વિનમ્ર પ્રયાસ...

Thank you so much Maa for everything🤗

મેઘના - સાવન
બિંદિયા - સુમિત

-


8 DEC 2023 AT 15:27

ખેલ તો નિયતિ ના જ હતા ને કોઈ નિમિત્ત બની ગયું,
કોઈ અજાણ્યું અચાનક આવીને 'સુમિત' બની ગયું...

એ અણદીઠો ચહેરો ચોતરફ છવાઈ ગયો ને
ધીમ ધીમે એ હ્રદય નો ધબકાર બની ગયો...

સમય એમની સાથે કેમ વહેતો ગયો ને
હળવેકથી એ કાનમાં બહુ બધું કહેતો ગયો...

કિસ્મતથી મળેલું એ રત્ન જીવન નો અણસાર
આપી ગયું ને ખૂશીઓનો સાચો સાર આપી ગયું...

સંજોગોવસાત મળ્યા હતા જે થોડા જ સમય પહેલા
એ ખરેખર હવે મારા ભગવાન બની ગયા...

-


8 AUG 2023 AT 7:36

મહેલ માં રહેવાના શમણાં કયાં છે મારા?
મારે તો બસ તારી સાથે રહેવું છે...

પરિસ્થિતિ કોઈ પણ હોય ફરક નહીં પડે,
મને તો બસ તારા સાથે મળીને લડવું છે...

બહુ મોટા મોટા સપના ક્યાં છે મારા?
મને તો નાની નાની ક્ષણો તારા સાથે માણવી છે...

મોંઘી ભેટો ની ક્યાં પડી છે મને?
મને તો બસ તારો કિમતી સમય જ જોઇએ છે...

તું સાથે હોઈશ તો જિંદગી લાજવાબ હશે પરંતુ,
તારાથી દૂર રહીને જીવવાની કલ્પના પણ ક્યાં કરી શકાય છે...

તારું મોડું આવવું તો ચલાવી લઈશ પણ
જ્યારે તું આવે ને! 'માત્ર ને માત્ર મારા માટે આવે' બસ એ એક જ આશા છે...




-


23 JUN 2023 AT 16:15

એક આદત પડી છે તારી ને બધી આદતો છૂટે છે.
કહેવું તો ઘણું છે પણ શબ્દો મારા ખૂટે છે...

હજારોની ભીડમાં પણ આ આંખો તને જ શોધ્યા કરે છે.
દિવસ ને રાત નજર સમક્ષ એક તારો જ ચહેરો ફર્યા કરે છે...

મારી દરેક પ્રાર્થનામાં હું તને જ ઝંખ્યા કરું છું,
કવિતા ને ગઝલમાં પણ તને જ લખ્યા કરું છું...

દુનિયા ની ચિંતા હું હવે ક્યાં કરું છું,
હું તો ખુદની પણ ન રહીને તારી જ થયા કરું છું...














-


13 APR 2023 AT 22:35

देखा नहीं तुझे कभी, ना ही कोई जान पहचान है,
फिर भी न जाने क्यों! तू लगता लाजवाब है...

इत्तेफ़ाक़ है ये की खुदा का कोई इशारा है,
एक यही सवाल दिल हमसे पूछता बार बार है...

-


31 MAR 2023 AT 23:32

सारे पन्ने पलट कर देख लिए पर एक सवाल का कोई भी जवाब मिला ही नहीं की 'हम क्या थे आपके लिए'...

-


24 MAR 2023 AT 17:07

મેં માંગ્યું જ એ, જે મારા હક્કનું નહતું,
આપ્યું નહિ તે તો ફરિયાદ શું કરું?

રસ્તો કાંટાળો હતો છતાંય ચાલ્યા કર્યું મેં,
ચુભ્યા મને કાંટા તો ફરિયાદ શું કરું?

તે જે કર્યુ હશે, વિચારીને જ કર્યું હશે સઘળું,
તો પછી તારા નિર્ણય સામે હું ફરિયાદ શું કરું?

સમય તે આપ્યો એવો કે હકીકત સમજાઈ જિંદગીની
કોઈ જ સવાલ નથી મને હવે, ફરિયાદ શું કરું?

-


1 MAR 2023 AT 18:16

सिर्फ प्रेम को पा लेना ही सच्चा प्रेम नहीं है,
बल्कि वही प्रेम के हित के लिये उसे छोड़ देना भी प्रेम ही तो है...

-


26 FEB 2023 AT 17:59

वो आज भी मेरी दुआओं में शामिल है,
बस फर्क सिर्फ इतना है कि अब में उसे मांगने की बजाये 'उसे मिल जाए प्यार उसका' इतना ही मांगती हूं...

-


25 FEB 2023 AT 22:34

इतना भी समझदार क्यों बनाया तूने मुझे कि हर बार समझोता ही करना पड़ा मुझे...

-


Fetching Bindiya M. Goswami Quotes