શીર્ષક : *ભવસાગર*
બ્રહ્માંડ કેરી કથા આ લખી,
આશાના પડઘા નિરાશા લખી.
પ્રારબ્ધ પર ગહન વ્યોમ છાયું,
ઊગ્યો એક સૂરજ કિરણો લખી.
આત્માની એક વણપૂરી વાંછા,
વાણી તજી ખુદને મૌનમાં લખી.
સંસાર ને ખોળે અમૃત ભરિયાં,
વિષ ને પીને શિવ ભક્તિ લખી.
આશા નિરાશાનાં ઉછળે ઢળે,
આ સાગર તર્યો ભવસાગર લખી.
~ બીજલ જગડ
મુંબઈ ઘાટકોપર— % &-
Professional Background : 22 yrs of outstanding Experience in Multinational Pha... read more
*શીર્ષક : મારા ગઢ ના કમાડ ઝટ કોઈ ખોલો રે.*
મારી આંખ્યુંના દરવાજે કોઈ ઊભું રે
મારા ગઢ ના કમાડ ઝટ કોઈ ખોલો રે.
બારણાંની તૈડનાં અજવાસે મારી ધારણા,
મારા ગઢ ના કમાડ ઝટ કોઈ ખોલો રે.
ઉંબરે હોંકારો ડૂમો પલકારે દેશે કોણ,
મારા ગઢ ના કમાડ ઝટ કોઈ ખોલો રે.
લોચનની પીંછીથી સાચુકલા સુખનો ઉઘાડ,
મારા ગઢ ના કમાડ ઝટ કોઈ ખોલો રે.
આઠે રે દરવાજા ઊઘડે છે ફૂલ જેમ,
મારા ગઢ ના કમાડ ઝટ કોઈ ખોલો રે.
~ *બીજલ જગડ*
મુંબઈ ઘાટકોપર— % &-
શીર્ષક : પાણી પડછાયા
સમસ્ત જળ ઊઘડે તારાં પગલાં પર,
રણમાં તરે દરિયો આંખના પરદા પર.
સુક્કી રેતી પણ હવે સજળ દેખાય,
નદી નીતરે ઉમટે પાંપણના બાંધ પર.
પાણીથી ભિન્ન રેતનો પોતાનો અર્થ છે?
આંસુના સાથિયે કંકુ ખરે ક્ષિતિજ પર.
કુમકુમ પગલે ક્ષિતિજે સૂર્યની પાળ,
કીકીનું કાળજું પાંપણના ચોક પર.
પગલાં ઉપર ચડાવ્યાં પાંપણના બે ફૂલ,
ઝાંઝરભીના સ્વપ્ન પડછાયા પાણી પર.
શમણાંભીની પાંપણ સાથે સવાર ખૂલે,
દરિયો વીંધી પગરવ પથરાશે છાતી પર
પોપચાંમાં કાંચી નીંદર જળના ગૂંથ્યા હાર,
અવાક સૂર્ય થંભી ગયો સાવ મધ્યાહન પર.
~બીજલ જગડ
મુંબઈ ઘાટકોપર— % &-
Being Responsible takes you to a different dimension and in this very understanding dawn of consciousness begins rising above the horizon , the revolution of the spiritual phenomenon of an individual.
~ Bijal Jagad
— % &-
શીર્ષક : તને ઝંખું છું.
નનામો પત્ર સફેદ રણ પર હું લખું છું,
આંખમાં દૃશ્યની અફવા તને ઝંખું છું.
એક ખૂણામાં નાનકડું પાણીનું ટીપું,
ભેજ ભર્યા હૃદયના ઓરડે તને ઝંખું છું.
તણાઈ રહ્યું છે આખુંય ગામ છાતીનું,
આંખને કાંઠે નદીઓ પર તને ઝંખું છું.
પલળી ગયા બધા સપનાઓ ઊંઘમાં,
મનપાંચમના મેળા સપનામાં તને ઝંખું છું.
હવે પાણીમાં છપાણું છે એમનું નામ,
રણનાં કાંઠડલે મૃગજળમાં તને ઝંખું છું.
~ બીજલ જગડ
મુંબઈ ઘાટકોપર
— % &-
*શીર્ષક : મનોભાવ*
ભમરા , વાયરા, પતંગિયા, આગિયા,
ફૂલો પર બેસી સુગંધ પી પી ધરાઈ .
પાંખડી મારા મનની શતદલ થઈ છે,
ફરર દઈ ઉડી રંગીન પતંગિયાની રજાઈ.
ડાળી ડાળી ક્ષણે ક્ષણે કુંપળ ફૂટે છે,
ઓસ પૂછે ફૂલને તું કેમ કરી છલકાઈ.
ખીલે ફૂલ જ્યારે ભમરાને મજા પડે,
વાયરાની ભવ્યતા ને સુગંધ બધે ફેલાઈ.
છે તારું સ્મરણ ને ગઝલ ઉપવનની.
વાત કાનમાં કહેવી ગઝલ રૂપે ગવાઈ.
~ *બીજલ જગડ*
મુંબઈ ઘાટકોપર— % &-
*શીર્ષક : રણનાં કાંઠલડે રે*
ઝીણા ઝરમર વરસે મેહ રણનાં કાંઠલડે રે
તિમિર જીણું જીણું ઉડે રણનાં કાંઠલડે રે.
ગગનના ફણગા સમ સુભગ ચાંદની આદરે,
સૂર્ય ઉષાની વેલડી ખીલે રણનાં કાંઠલડે રે.
આભઝરૂખે પૃથ્વીની પ્રભુતા પ્રભુ પ્રકાશતો,
વીજના અગ્નિ ચમકારા રણનાં કાંઠલડે રે.
નથી ઉર ઝરણા કે નથી ભ્રમણા મૃગજળની,
જળમાં રમે છે વાદળી રણનાં કાંઠલડે રે.
અખંડ બોલ વાયુનો બ્રહ્માંડવર્ણ આભનો,
ત્રિલોકધારા વરસાવે સૂર્ય રણનાં કાંઠલડે રે.
~ *બીજલ જગડ*
મુંબઈ ઘાટકોપર— % &-
શીર્ષક : કેસર ભીની સવાર
તારી મીઠેરી આંખમાં ઊઘડે મારી મઘમઘતી સવાર,
તારી મદિલી આંખમાં છંદ સી છલકાતી પ્રેમપ્રેમની
સવાર.
ચાલુ હું સ્વપ્નમાં ચાંદની નક્ષત્રમંડળો વીંધી પરસી રહી,
ચાકગતિથી મુજ છાતીમાં ઘૂમતી આકશવ્યાપી છંદની સવાર.
સૌરભ બની તારલાઓ મૌન સુશાંત આભ ને નીરખે,
એક ટહુકો નભમાં છલકી ઉઠે ને બીલાહરી રાગથી સવાર
વાયરા નથી લખતા કાગળ પર સ્વપનલોકની સવાર,
અંગુરી સાંજે મેઘધનુષ ફોરી ઉઠતી મંત્રો જાપની સવાર.
કેસર ભીની રૂપછટા એની છેક ક્ષિતિજ ખોળે તેની છાયા,
નિંદરની મધુ કુંજ ને આછી આછી આંખે જાગી સવાર.©
~ બીજલ જગડ
મુંબઈ ઘાટકોપર.— % &-
બ્રહ્માંડની યાત્રા હું ક્યારે કરું ?
હું ની મટુકી ફૂટી હું ત્યારે કરું !!
જીવન એક સંતુલન થી જીવવાનો વિષય છે, જોકે એમાં થોડું ગાંડપણ પણ જરૂરી છે. જીવનમાં અંધકાર માત્ર અસ્થાયી છે અને તમે ફરીથી પ્રકાશ જોશો એ પણ નિશ્ચિત છે.
જો તમે અત્યારે તમારા જીવનમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હોવ તો યાદ રાખો કે તમે પહેલા આનંદ અને ખુશીનો અનુભવ કર્યો છે અને કર્યો હશે અને તમે તે ફરીથી અનુભવ કરશો. જીવન સ્થિર કદાપિ ના હોવું જોઈ એમાં થોડા તોફાન આપની વૃદ્ધિ માટે અલગ માર્ગદર્શન માટે અલગ દૃષ્ટિકોણ માટે ખૂબ જ જરૂરી છે.આ તોફાનો પછી આપના જીવનમાં સમજણ નો મેઘધનુષ્ય ઉગમશે એ નિશ્ચિત છે.
~ બીજલ જગડ
મુંબઈ ઘાટકોપર-
*शीर्षक : खामोशी*
बारिश की बूंदों में है एक खामोशी,
हवा मै भीगती हुई रात है एक खामोशी |
आंखों मै बसे लब्ज़ एक खामोशी,
अनकहें शब्दो की कहानी एक खामोशी|
बंध अंधेरे कमरों की एक खामोशी,
दीवान पर चुप अडोल बैठी एक खामोशी |
पत्थर की सतह पे पानी एक खामोशी,
सागर के किनारे मजधार एक खामोशी |
अंदर महामुद्रा शून्य की एक खामोशी ,
खुद तक पोहचे एक सिफर एक खामोशी |
इदा पिंगला बीच सुषुम्ना एक खामोशी,
योगमार्गी ,बोधी ईश्वरतत्व निशानी खामोशी |
~ *बिजल जगड*
मुंबई , घाटकोपर-