ઈશ્વર થકી લખેલી,જીવનની નાટિકામાં...
કિરદાર જે મળ્યો છે,ભજવાય તો મજાનું.
- ભૂમિ પંડ્યા (રાજુલા)-
ફૂલોની આડમાં એ કાંટા ધરે છે સામે,
એવી ખબર પડે તો ઉજવશો આ દિવસને?
- ભૂમિ પંડ્યા-
મંથન કરું જો ખુદનું,તો બે પદાર્થ નીકળે,
ક્ષમતા મુજબનું મુજથી પીવાય તો મજાનું.
- ભૂમિ પંડ્યા "શ્રી"-
દિવસ શાંતિ કાજે ઉજવવો પડે છે,
અરે રે! અશાંતિ વધી ગઇ વધારે.
- ભૂમિ પંડયા "શ્રી"-
તું પૂજે મંદિર જઈ,ને હું મનોમન છું પૂજુ,
એટલો શો ફેર છે પણ નાથ ભોળા બેઉંના.
- ભૂમિ પંડ્યા "શ્રી"
-
अगर तुम्हे किसीने किसी बात के लिए मना किया है तो तुम वो बन जाना जिसके निर्णय पर मना करने वाले को खुद अपने निर्णय पर असमंजस हो।
-
મારા કમરાની બારીમાંથી,
એ નથી દેખાતો એથી શું?
હું જોઉં છું ચાંદાને;
એની પ્રતિકૃતિ સમજીને.
અને વિચારું છું...
એ પણ જોતો હશે ચાંદામાં મને.
કે એની બારીના કાચમાં ઝાંખપ હશે,
મારી બારી જેવી જ!
- ભૂમિ પંડ્યા "શ્રી"-
સાચું કહું તો સાવ થાકી જાઉં છું,
માણસ મટીને રોજ માટી થાઉં છું.
- ભૂમિ પંડ્યા-
Be what I am without you.
I try to be the person you ever want me to be.-
કહો છો કે તસ્વીર આપી દો અમને,
હું પૂછું જો કારણ,જણાવો શું કહેશો?
- ભૂમિ પંડ્યા-