*ગુરુ વાણી* 16-7-2019
લાગે વહાલી મને,મારા ગુરુ મા ની વાણી,
મળ્યા જે દિવસથી સાંભળી અમૃત વાણી.
જેમણે શીખવ્યા સંસ્કૃતિના આચાર વિચાર,
તેમને જીંદગીભર પાયુ છે સારા કર્મો ના વિચાર.
ભેદભાવ ના ભાળે એ ક્યાંયે,સમાનતા જ્યાં ઉરમાં ઉભરે,
આનંદ ભરી દીધો છે દિલમાં ભાવના સૌના માટે ઉભરે.
અહીં ભણાય છે પાઠો એવાં ભક્તિના જ્ઞાનના,
સ્વાર્થ વિહીન થઈ સૌ મળતાં, વહેતા ગુરુ જ્ઞાનના.
જે ગુરુમાં એ જન્મ ઉજાળ્યો, ઋણ સદાયે રહેતું,
ઋણ ચૂકવવા કરી શકું,જો આ જીવનને ન્યોછાવર એ દિલ કહેતુ... ભાવના ભટ્ટ અમદાવાદ....-
16 JUL 2019 AT 16:13