Bhavna Bhatt  
659 Followers · 22 Following

Joined 24 October 2018


Joined 24 October 2018
31 JAN 2022 AT 23:01

"આમ સંબંધોમાં પડઘો નથી
પડતો એનો અર્થ એ નથી કે બધું બરાબર છે, નક્કી કોઈક સહન કરી રહ્યું છે સંબધ નિભાવવા માટે..."
શુભ રાત્રી.... હર હર મહાદેવ
🙏😊🌹— % &

-


31 JAN 2022 AT 20:27

*અવળા કરતૂતો* લઘુકથા.. ૩૧-૧-૨૦૨૨
અનિલ ને મનાલીને બાહુપાશમાં જકડી બળજબરી કરતાં મંદિરથી પરત ફરેલા પુષ્પાબેન જોઈ ગયા અને દરવાજો ખોલી અંદર જઈને અનિલને એક જોરદાર તમાચો માર્યો કહ્યું નિકળી જા હાલ જ મારાં ઘરમાંથી મેં તો દૂધ પાઈને સાપ ઉછેર્યો છે મને મનાલીએ કહ્યું હતું પણ હું મારાં ભત્રીજા ઉપર વિશ્વમાં આંધળી હતી તો એની વાત ને કાન ઉપર નાં ધરી મને કહ્યું હતું તારાં અવળાં કરતૂતો વિશે આમ કહીને અનિલને ધક્કો માર્યો અને મનાલીને બાહુપાશમાં લઇ એની પીઠ ઉપર હાથ ફેરવવા લાગ્યા અને કહ્યું મારી વહાલી નણંદ મને માફ કરજો અને તમારાં ભાઈ સુધી વાત નાં જાય એટલું મારું માન રાખજો બેનબા..
મનાલીએ ભાભીને રડતાં રડતાં હા પાડી..
પુષ્પાબેને અનિલના કપડાં નો થેલો અનિલ ઉપર નાખ્યો અને દરવાજા બહાર કાઢી મૂકી ને દરવાજો બંધ કરી દીધો...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖— % &

-


31 JAN 2022 AT 18:39

*ઓનલાઇન ભણતર* ૩૧-૧-૨૦૨૨
ઓનલાઈન ભણતર કરાવે લ્હેર રે,
બાળકો કરતાં નિત્ય લીલા લહેર રે.

બાળકો મોબાઈલમાં ગેમ રમે રે,
માતા-પિતા જાણે ભણે છે રે.

નિત્ય નેટવર્ક નાં બહાનાં બતાવે રે,
ભણવામાં દિલચોરી કરતાં રે.

નિતનવી એપ ડાઉનલોડ કરે રે,
કુમળી વય ઉપર આડ અસર રે.

ભાવના કોઈને કોઈ રમત રે,
બાળકો ઓનલાઇન ભણે રે.

આ ઓનલાઈન ભણતર શું કામનું રે,
સમજણ વગરનો આ તો વેપાર રે..

ઓનલાઇન ભણતર બન્યું મોજ રે,
ઓફ લાઈન ભણતર ગમતું નથી રે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ....*
➖〰️➖〰️➖〰️➖〰️➖
— % &

-


31 JAN 2022 AT 15:19

*અદાકારી* લેખ ૩૧-૧-૨૦૨૨
આ દુનિયામાં આવ્યાં એટલે જિંદગી જીવી જવાની છે... આ સંસારમાં થી ભવપાર ઉતરવાનું છે... આ સંસાર એટલે જિંદગી...‌ જિંદગી એટલે એક પાત્રીય નાટક જે દરેક વ્યક્તિએ નિભાવવાનું હોય છે આ જિંદગી નાં સ્ટેજ ઉપર દરેકે શ્રેષ્ઠ અદાકારી કરીને ભજવવાનું છે.. જો કોઈ નિર્બળ મનનાં હશે તો સ્ટેજ ઉપર જ પોતાનો અભિનય છોડી ચાલ્યા જશે કારણકે તે સ્વયં પૂર્ણ નથી... જે સ્વયં પૂર્ણ છે એ પોતાના ભાગે આવેલી અદાકારી નો શ્રેષ્ઠ રોલ દાખવીને તેનાં અભિનયના ઓજાસ પાથરીને આ દુનિયામાં એની નામના કરીને જાય છે અને લોકજીભે એ નામ અમર બની જાય છે માટે આ દુનિયામાં દરેકે પોતાની અદાકારી બખુબી નિભવવાની હોય છે પછી સફળતા મળે કે નિષ્ફળતા મળે પણ શ્રેષ્ઠ અદાકારી દાખવી જવાનું છે...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖— % &

-


31 JAN 2022 AT 13:40

*આજકાલ* ૩૧-૧-૨૦૨૨
આજકાલ તો લાલી
તું ખુશ તો છે ને ?
નથી પૂછી શકાતું પહેલાંની જેમ.
પહેલાંની જેમ હવે
વાતો પણ કરી શકાતી નથી
પણ એથી તારો મારો
પ્રેમ ઓછો થયો એવું નથી
મારાં વિચારોમાં તમે જ હોવ છો
પણ હા... પહેલાં જેવું
મારાથી બોલી નથી શકાતું
તમારી માટે લાગણી રહી નથી
એવું ન માન બેટા
પણ સવારે તમને જોઈને
માની લઉં છું કે
તું ખુશ હોઈશ લાડલી
છતાંય ક્યારેક અમંગળ વિચાર
આવે તો પ્રાર્થના કરી લઉં છું
ને મન શાંત થઈ જાય છે.
તુંય બહું ચિંતા ન કર મારી
હું ઠીક છું, મને કંઈ નહીં થાય
તમારાં બધાંના પ્રેમ થકી
હું ગમે તેવી મુસીબતોનો
સામનો કરી શકું છું
બસ તમે ખુબ ખુશ
રહો એ જ દુવા કરું છું...
*કોપી આરક્ષિત* *©* ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖— % &

-


31 JAN 2022 AT 10:43

અનેક જન્મોના પૂણ્ય મળે ત્યારે
મોઢામાંથી જય ચેહર મા નીકળે
સર્વે માઈ ભક્તોને પ્રેમથી
જય ચેહર મા
ચેહર મા સૌનું ભલું કરશે
ભાવના ભટ્ટ અમદાવાદ— % &

-


31 JAN 2022 AT 10:37

*આંખ તો* ૩૧-૧-૨૦૨૨
આંખો દર્શન થકી પાવન થાય છે,
કાન ચેહર રટણથી પવિત્ર થાય છે.

ગોરના કુવે જવાથી પગ પાવન થાય છે
હાથ જોડી પ્રાર્થના થકી પવિત્ર થાય છે.

મન ચેહર રટણથી જ શુધ્ધ થાય છે,
ભાવના ભર્યા ભાવ મા સાંભળે છે.

મોં ચેહર રટણ કરવાથી જ શોભે છે,
ધૂપની સુગંધ થકી નાકની શોભા છે.

હ્રદયનો ધબકાર ચેહર થકી જ છે,
શીશ ચેહર ચરણમાં ઝુકવા માટે છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖— % &

-


30 JAN 2022 AT 22:22

લાગણી ભર્યા સંબંધો હોય તો પણ તેનો અહેસાસ.. કરાવતાં રહેવું. પણ
ખૂબ જ જરૂરી હોય છે...
શુભ રાત્રી....જય ચેહર મા
🙏😊🌹— % &

-


30 JAN 2022 AT 19:40

*મનખાદેહ* લેખ. ૩૦-૧-૨૦૨૨
મનખાદેહ મળ્યો છે મોંઘા મૂલ્ય નો એનું જતન કરીને ભવપાર ઉતરવાનું છે, ક્ષણભંગુર પરપોટા જેવું આ જીવન છે એ ગમે ત્યારે એનું નિશ્ચિત છે ખરવાનું.. એમાં કોઈ લાગવગ નથી ચાલતી નહીં પહોંચી વળાય કુદરતની કરામતને માટે જ આપણાથી થાય એટલું કોઈને ઉપયોગ બનવાનું. ઈશ્વર એક નિયંતા છે તો આપણે શા માટે બીજાથી ડરવાનું જિંદગી મસ્ત જીવી જવાની ને હસી મજાક કરતાં મનને હળવું કરીને ખાલી થયાની મજા છે મનમાં ખોટી વાતો કે વેરઝેર ની ગાંઠ એવું ઝાઝું કાંઈ નહીં ભરવાનું.. આપણાથી થાય એટલા નિઃસ્વાર્થ ભાવે મદદરૂપ બનવાનું.. આ ફરતું બ્રહ્માંડ ફરતા નક્ષત્રો સહુ કેવાં મોજમાં રહે છે એ કોઈનેય નડતરરૂપ બન્યાં નથી એમ આપણેય મોજમાં ફરવાનું અને ભીતરમાં સ્થિર રહીને મહાલીએ આવેલા નવા દિવસને... આપણે થાય એટલું સારું કાર્ય કરવાનું. મોજમાં રહેવાનું જોશમાં જીવવાનું ને ખાલી મૌત આવે ને ત્યારે જ મરવાનું પણ રોજરોજ કોઈને સુખી કે ખુશ જોઈ મરવું અને બળવું નહીં ને રોજે રોજ ક્રોધ કે સંતાપ ત્યજીને જીવન જ અમૃત બને એમ ઠરવાનુ
આપણાથી થાય એટલું સૌનું ભલુ કરતાં રહેવાનું ઉપર ચોપડામાં નોંધ થાય છે....
*કોપી આરક્ષિત* *©* ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖— % &

-


30 JAN 2022 AT 13:55

*ઐશ્વર્ય* ૩૦-૧-૨૦૨૨
ઐશ્વર્ય હોય ને મોટાઈ હોય,
આમ માણસાઈ જાણે ન હોય.

બે ટંકનાં પડ વચ્ચે પીસાતો જન,
સંપત્તિ નું ગુમાન શું જાણે એ જન.

સાહ્યબી નાં આડંબર માં રાચે અહીં,
ઐશ્વર્ય નો મતલબ એ શું માણે અહીં.

બેરોજગારીનો દાવાનળ સળગે અહીં,
છતાંય સાહ્યબી ઝળહળે છે અહીં.

ભાવના સત્તા સંપત્તિની સાઠમારી છે,
એજ મધ્યમવર્ગની હાડમારી વધારે છે.

લેર કરતાં પૂંજીપતી ને ધનીકો અહીં,
ગરીબીની સ્થિતિમાં ક્યાં ફેર છે અહીં.

ઐશ્વર્ય માં રમી મોટા થયેલો વર્ગ છે,
મધ્યમવર્ગના લેખા જોખા ક્યાં જાણે છે
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖— % &

-


Fetching Bhavna Bhatt Quotes