તમે મને હજી પસંદ છો,
પણ હવે તમારે અમારી જરૂર નથી...
બસ તમારી કમી રહેશે આજીવન,
દિલ તમે લઈ ગયા હતા મોત તું જાન લઈજા હવે...
હવે મને પ્રેમ વિશે નો પુછતા,
હવે પ્રેમ વિષય મારો નથી રહ્યો.....
મારું દિલ જીવે છે જીવવા ખાતર,
મારા દિલની બધી જ Feelings મરી ગઈ છે.......💔-
એક ગમતું વ્યક્તિ મળ્યું હતું પરદેશમાં,
જેની સાથે આ મન મળ્યું હતું મારા દેશમાં...
દિલ થી ક્યાંક દૂર ખોવાયું હતુ પરદેશમાં,
એ ધબકારા સાથે પાછું મળ્યું હતું મારા દેશમાં...
બંધ આંખે જેને નિહાળ્યું હતુ પરદેશમાં,
એ ખુલી આંખે સામે મળ્યું મારા દેશમાં....
સ્પર્શ જેનું અનુભવ્યું હતુ પરદેશમાં,
એ બાહોમા સિમટી મળ્યું મારા દેશમાં....
હૃદય મા જેને સ્થાન આપ્યું હતુ પરદેશમાં,
એ પ્રેમનું આલિંગન આપતા મળ્યું મારા દેશમાં.......
-
એક છોકરી હતી મજાની મને બોવ ગમતી હતી,
એ છોકરી રોજ મારા હદય સાથે રમતી હતી...
એ છોકરી ની આંખો કામણગારી મજાની હતી,
એ છોકરી ની ચટકંતી ચાલ મને રોજ ભોળવતી...
એ છોકરી ની આંખો સમંદર છલકાવે એવી નશીલી હતી,
એ છોકરી મને લથડીયા ખવડાવી દરરોજ વઈ જતી હતી...
એ છોકરી આવીને બેસતી મારી પાસે મજાની,
એ છોકરી સપનામાં મને રોજ પ્રેમ નું ગણિત શીખવાડતી...
એ છોકરી ની આગળ ચાંદી નું તેજ પણ ઝાંખુ પડે,
છતાં એ છોકરી રોજ એની જાતને સજતી-સવરતી હતી...
એ છોકરી મને ઘણી લોભાવતી હતી...
એ છોકરી ની યાદો મને દરરોજ સતાવે છે....-
शिव सत्य है,
शिव अनंत है,
शिव अनादि है,
शिव भगवंत है,
शिव ओंकार है,
शिव ब्रह्म है,
शिव शक्ति है,
शिव भक्ति है......
,-“””-,
| == |
ऊँ नम: शिवाय
ऊँ महेश्वराय नम:
ऊँ शंकराय नम:
ऊँ रुद्राय नम: ह्रीं
ॐ नमः शिवाय ह्रीं
।। महाशिवरात्रि संदेश ॐ नमः शिवाय।।
आप सभी भक्तो को शिवरात्रि की शुभकामनाएँ!!!
🔱हर हर महादेव 🔱-
હું શું માંગુ કાના???
એક દિવસ વિચાર થયો,
કે તમે સામે મળો તો શું માગું " કાના " ?
પછી થયું કે " તમને " જ , ને બીજું તમારું " સરનામુ " માંગુ,
બંધ આંખે મારાં ચિતડાં માં રચું,
બસ " કાના " એથી વધુ તો હું કંઈ નાં માગું...-
તારા વિના આ જગ લાગે મને ખોટું,
તારા વિના આ જીવનનો કંઈ નથી મતલબ,
તારા વિના અધૂરી છે મારી જીવનની દરેક ખુશી,
તારા વિના મારા જીવનમાં રહે છે સદા અંધકાર,
તારા વિના આ મારું જીવન છે અધૂરું,
જો તું છે તો હું છું તારાથી છે મારી દરેક ખુશી,
સૂરજનું અજવાળું છે તું,
ચાંદની રોશની છે તું,
તારાનો ઝગમગાટ છે તું,
ફૂલોની ખુશ્બુ છે તું,
સાગરની લહેર છે તું,
ધડકનનો અહેસાસ છે તું,
તારા સાથથી છે આ જીવન....-
મારી લાડલી બહેન છે એક ઢિંગલી જેવી
ઘરમાં સૌથી નાનીને રહી હંમેશા રાજકુમારી જેમ....
પાયલ પગમાં પહેરીને આખા ઘરમાં હસતી ખેલતી રહી,
ઢિંગલી ના હાસ્યથી આખું ઘર હસ્તું ગુંજતું લાગે...
એ ઢિંગલીને ઉદાસ જોઇને મારું દિલ રડી ઉઠે,
ઢીંગલીના રડવાથી ઘર એકદમ સૂનું સૂનું લાગે...
એ ઢિંગલી રિસાઈ જાય તો મનાવવી બહુ અઘરી પડે,
એને હેરાન કરવાની કે મસ્તી કરવાની કે મનાવાની મજા આવે...
ઢિંગલી તારી બધી જિદ પૂરી કરવા માટે હું રહું તૈયાર,
અડધી રાતે પણ તારી સાથે ગેમ રમવા કે જાગવા માટે રહું તૈયાર....
ઢિંગલી તારા જીવનમાં પિતાની કમી ન વર્તાય એવી કોશિશ કરું હું,
તારા પર મુસીબત ન આવે એવી કૃષ્ણને હંમેશા પ્રાર્થના કરું હું ..
મારી વ્હાલી ઢિંગલી કરું તારા પર ન્યોછાવર મારી બધી ખુશી,
પ્રયત્ન કરું છું હંમેશ કે કાયમ રહે તારા ચહેરાની ખુશી....-
ના પૂછો મને કે આ શબ્દો કયાંથી મળે છે,
ઓલી કલગીએ છેને મને અઢળક દુ:ખ આપ્યું છે એમાંથી રોજ થોડુક-થોડુક ઝરે છે......
ના પૂછો મને કે આ પ્રેમભર્યું કયાંથી લખાય છે,
ઓલી કલગીને મે જીવથી વધારે ચાહી છે એની યાદમાં રોજ થોડાક - થોડાક આંસુ વહે છે....
ના પૂછો મને કે આ લાગણીભરી કવિતા કયાંથી રચાય છે,
ઓલી કલગીએ છે ને એ મને અઢળક પ્રેમ આપ્યો છે એમાંથી રોજ મને ઘણી હિંમત મળે છે....
ના પૂછો મને કે આટલી દર્દભરી રચના કેવી રીતે લખાય છે,
ઓલી કલગી એ જયારથી સાથ છોડ્યો ત્યારથી રોજ એના વિરહમાં મારું દિલ તડપે છે......-
મને તો બસ એક ચહેરા એ એકલો કરી દીધો છે,
નહીંતર અમે પોતે પણ એક મહેફિલ થયા કરતા હતા....-
પ્રેમ એટલે સાથે ન હોવા છતાં સાથે રહેવું હોય છે,
પ્રેમ એટલે જાગતી આંખે વિચારો માં અને બંધ આંખે સપનામાં જોડાયેલા રહેવાનો અમુલ્ય દસ્તાવેજ,
પ્રેમ એટલે આપણને ગમતું પાત્ર વાત કરતુ હોય ત્યારે એને સાંભળવાને બદલે એની આંખોમાં જોયા કરવું,
પ્રેમ એટલે આપણને ગમત્તા પાત્ર સાથે મન ભરી-ભરી ને કલાકો વાતો કરવી છતાં એવું લાગે મિનિટો થઈ હોય,
પ્રેમ એટલે જ્યાં તું અને હું પછી આપણું આવી જાય,
પ્રેમ એટલે જ્યાં હસતા ચહેરા ઉપર હેતાળ સ્મિત અને નટખટ મસ્તીઓ માં ઝૂમતા રહેવું,
પ્રેમ એટલે નાની-નાની વાતમાં રિસાઈ જાય અને સામેના પાત્રને મનાવવાનો ભરપૂર આનંદ લેવો,
પ્રેમ એટલે હું જાણું છું એ કોઈની અમાનત છે ઉઘાડી આંખે વ્હેમ થયો છે,
પ્રેમ એટલે શાયરી ની શોખીન છે એ બહુ આજકાલ
બન્નેની શાયરી ને શાયરી સાથે પ્રેમ થયો છે,
પ્રેમ એટલે બંન્ને એક-બીજાને સમજીએ એટલા કે એક-બીજા વગર આધા-આધા,
પ્રેમ એટલે મારી બેસ્ટી રાધા અને એનો પ્રેમ હું કાનો.......-