ના ધારેલું થાય એ જિંદગી
બાકી ધારેલું થાય એ તો નાટક જ હોય...-
જીવન તો એક જ મળે છે દરેકને પણ
તેને માળવાની રીત દરેક સમયે દરેકની અલગ હોય છે...
કોઈ તેને જીવી જાણે છે તો
કોઈ તેને સમજવામાં જ વ્યતિત કરી લેતું હોય છે...-
કેટલીકવાર નિર્ણયો લેવા અને તેનો
ઝડપથી અમલ કરવો જરૂરી બની જતું હોય છે,
કારણકે સમય અને માણસો
ક્યારેય કોઈના માટે ઊભા નથી રહેતા.-
માનવી વાસ્તવિક દુનિયામાં
કાલ્પનિક દુનિયાને ઝંખતો હોય છે.
જ્યારે સ્વપ્નની કાલ્પનિક દુનિયામાં
વાસ્તવિક્તાનો અનુભવ કરતો હોય છે.
તો જીવન વાસ્તવિક છે કે પછી કાલ્પનિક.....-
વિચારો દરેકના અલગ હોય છે
કોઈને આકાશમાં ઉડવું છે
તો કોઈને ચાંદની રોશની નીચે બે ઘડી બેસવું છે
કોઈની ખુશી કોઈ વસ્તુમાં છે
તો કોઈની બીજાની ખુશીમાં છે
કોઈને કોઈના કઈ કહેવા કે ના કહેવાથી કોઈ ફરક તો નથી પડતો
પણ કોઈને કોઈના એક માત્ર નાનકડા સ્મિતથી ઘણો ફરક પડે છે
જીવન કદાચ નાનું હોઈ શકે પરંતુ જો મન મોટું હશે તો જીવનનો અંત ક્યારેય નહીં આવે
પરંતુ જો મન સાકળું હશે તો ગમે તેવું જીવન નિરર્થક થઈ જશે
કદાચ કોઈ જગ્યાએ ભલે કોઈનો અહમ વચ્ચે આવી જતો હશે
પરંતુ તેનું મન તો ખરું સોનુ જ છે માત્ર એને સમજવાની જરૂર છે-
અનુભવ અને અભિપ્રાય ની વાતમાં
અનુભવ હંમેશા પોતાનો જ્યારે
અભિપ્રાય બીજાનો હોવો જોઈએ-
મમ્મી
મમ્મી આ શબ્દ સાંભળતા જ મનમાં એક ચિત્ર બની જતું હોય છે.
જે પોતાના દરેક સંતાનને સમાન પ્રેમ કરે એ મમ્મી...
જે પોતાના પહેલા પોતાના સંતાનની દરેક ઈચ્છાઓ પૂરી કરે એ મમ્મી...
જીવનના દરેક પગથિયાં પર સાથ આપે તે મમ્મી...
જેના પ્રેમ કરવાના ઘણા રસ્તા હોય છે તે મમ્મી...
જેના ગુસ્સામાં પણ પ્રેમ હોય તે મમ્મી...
જેની પાસે દરેક સવાલનો જવાબ મળે એ મમ્મી...
જે દરેક મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદ કરે એ મમ્મી...
જેને બીજાના દરેક દુઃખ દેખાય પણ પોતાના દુઃખ ના દેખાય એ મમ્મી...
જે પોતાના સંતાનને આગળ વધવાની પ્રેરણા આપે તે મમ્મી...
જેના વગર જિંદગી અધૂરી છે તે મમ્મી...
આ શબ્દનું વર્ણન શબ્દોમાં કરવું ખૂબ જ કઠીન છે, છતાં...
-
સમય ભૂતકાળમાં કે યાદો
ભવિષ્યમાં નથી જઈ શક્તી ,
માત્ર માનવી જ છે કે જે
ભવિષ્ય, ભૂતકાળ કે વર્તમાનમાં જઈ શકે છે.-
અર્થ અનેક મળી રહેશે
પરંતુ કયા સમયે કયા
અર્થને પસંદ કરવો એ
પસંદગી માનવીની છે-
દરેક વસ્તુનું વળતર અપાતું હોય છે
પરંતુ શું કોઈએ કરેલા ઉપકારનું
વળતર આપી શકાય ખરું?-