અંધારું થતું જાય છે.
ગોધૂલિનો વખત થઈ ગયો.
વગડામાંથી પશુઓ પાછાં આવે છે
એના કંઠની ટોકરીનો ગંભીર અવાજ કાને પડે મંદિરમાં ઝાલર વાગવા લાગી.
હું પણ પાછો આવું છું.
ધરાઈને આવું છું જીવનની આ ગોધૂલિને સમયે , અંધકાર ને પ્રકાશની મારામારી વખતે
મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે.....
હું રસ્તો નહિ ભૂલું
એના સાદને હું ઓળખું છું.
મારો ગોવાળ મને બોલવી રહ્યો છે.....
લિ . હું આવું છું .
(મેઘાણીની ભ્રમણકથા માંથી..)-
Ashish Pandor
(અપ્પુ)
0 Followers · 12 Following
વાંચન: ગુજરાતી ભાષા- સાહિત્ય
Joined 20 August 2022
21 AUG 2022 AT 10:12