જન્મ સમયે નામ નથી હોતું ફક્ત શ્ર્વાસ જ હોય છે,
અને મૃત્યુ સમયે શ્ર્વાસ નથી હોતો ફક્ત નામ જ હોય છે,
શ્ર્વાસ અને નામ વચ્ચે ની યાત્રા એટલે જીંદગી..!!-
જીવન ના બે સુંદર મંત્રો.
પાછળ જુવો અને ઈશ્વર નો આભાર માનો,
આગળ વધો અને ઈશ્વર પર શ્રદ્ધા રાખો..-
ભરોસો કિંમતી હોય છે પણ... દગો એટલો મોંઘો થઈ જાય છે...!!
ફુલ કેટલું પણ સુંદર હોય પણ...
વખાણ તેની સુગંધ હિસાબે થાય છે, માણસ કેટલો પણ મોટો હોય પણ...
કદર એના ગુણોથી થાય છે..!!-
ના દૂર રહેવાથી તૂટી જાય છે
અને ના પાસે રહેવાથી જોડાઈ જાય છે.
સંબંધ તો અહેસાસનો એ તાર છે...
જે યાદ ક૨વાથી ઘણો મજબૂત થઈ જાય છે..!!-
જ્યારે કોઈના દિવસો નબળા હોય ને, ત્યારે એમને થોડો સાથ અને ટેકો આપજો... બાકી ખાંડ ઢોળાઈને તે દિવસે કીડીઓને નોતરવી નથી પડતી સાહેબ..!!
-
દરેકના નસીબમાં નથી હોતું! જ્યોતિ બની અજવાળા પાથરવાનું... ક્યારેક દીવાની વાટ બનવાનું થાય તો બની જજો સાહેબ! કારણ કે, તમારા બળવાથી કોકના ઘરમાં તો અંજવાળા જરુર પથરાશે... આ વાટની વ્યથા નથી, પણ વેદનાના અંધકારમાં એક આશાનું કિરણ છે..!!
-
ક્રોધ વખતે થોડું રુકી જાવું અને ભૂલ વખતે થોડું ઝુકી જવું.
દુનિયા ની બધી સમસ્યાઓ ઉકેલાય જશે..!!-
જીવનનો જુગાર જલસાથી રમો... કારણ કે, જિંદગી પાસે હુકમનો એક્કો છે (મોત) અને એક દિવસ Show જરૂર કરશે..!!
-
જીવનમાં જે કંઈ પણ થાય છે એનું કંઈ ખાસ કારણ હોય છે. ક્યાં તો એ કંઈક ખાસ બનાવીને જાય છે અને ક્યાં તો ઘણું બધું શીખવી જાય છે..!!
-