તારી માંગણી મારી પાસે જોઈએ ફોન એપ્પલ,
'ને હું ઝંખતો માત્ર ખુશીના તારી સાથે બે પલ.....A+-
આજથી શરૂ થતાં નવરાત્રીના પાવન પર્વની સૌ મિત્રોને શુભેચ્છાઓ. આવનારા દિવસોમાં માં ભગવતી, માં લક્ષ્મી, માં ચામુંડા, માં કાળીકા જેવા માં ના દરેક સ્વરૂપ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સમુદ્ર ભરે એવી પ્રાર્થના.
જ્યાં સુંદરતા છે ત્યાં શક્તિ પણ છે. અને જ્યાં શક્તિ છે ત્યાં શસ્ત્ર અને શાસ્ત્ર પણ છે.....A+-
જેણે પેન્સિલથી પેન પકડાવી અને મારા શબ્દોને પાક્કા બનાવ્યા, જેણે મારી કલમને સલામ કરી, અને દરેક વિષય પર મુક્ત મને લખવાની સલાહ આપી, શાહી ખૂટી જાય તો લોહીની શાહી બનાવી આ દેશ માટે કટિબદ્ધ થતા શીખવ્યું એવા વ્હાલા મમ્મી પપ્પા અને મારા વ્હાલા સૌ શિક્ષકોનો ખુબ ખુબ આભાર.....A+
-
કોઈએ આપણા પર કરેલા ઉપકાર સામે આપણે કોઈ પર એક ઉપકાર કરી દેવો,
આભાર માનીને તેને ભાર ના આપવો.....A+-
સ્ત્રીના દરેક પાત્રમાં સમર્પણ જ ના હોય,
ક્યારેક સ્વાર્થ પણ હોય છે.....A+-
દસ મિનિટની મુલાકાત માટે,
દસ કલાકનો રસ્તો ખેડવા તૈયાર છું,
તું સ્થળ તો આપ મને મળવાનું,
હું પાતાળ સુધી પહોંચવા તૈયાર છું.....A+-
આકાશ ઓથે
પહાડ સમો દેહ
સ્વજન ગોતે
પથારી સ્વપ્ને
આવરણને ઝંખે
જીવ ચાલ્યો ક્યાં?
જીવતાજીવ
સમય હતો નહીં
મળાશે સ્વર્ગે?
વળાવ્યો જીવ
એ જ દી જન્મ્યું બાળ
પુનઃજન્મ કે?
બીજી લહેર
એકલા થઈ ગયા
કોરોના કાળ.....A+
-
પોતાને ગમતી વસ્તુ જ્યારે કોઈ વ્યક્તિને હસતા હસતા આપી દઈએ ત્યારે સમજવું એ વ્યક્તિ તમારા જીવનની સામાન્ય વ્યક્તિ નથી.....A+
-
સમજાવું શું?
અણસમજને હું
મરવા પડ્યો.....A+
વિશ્વ હાઈકુ દિવસની શુભેચ્છાઓ-