Anjalee Makwana   (Anjalee Makwana)
164 Followers · 28 Following

Insta ID:a_.nyctophile
Joined 30 September 2018


Insta ID:a_.nyctophile
Joined 30 September 2018
1 JUL 2021 AT 23:40

વરસી પડીશ હું અષાઢી હેલી થઈને અવિરત,
વૈશાખના તાપ સમું તું પહેલાં તપી તો જો...

-


29 JUN 2021 AT 21:01

એવો તો પ્રેમ ધરતી અંબરનો,
ભાર થાય વાદળને ને હૈયું ધરાનું ઉકળાય,
ઠારવા ધરણીના અંગે અંગ,
નભ સર્વસ્વ ખાલી થઈ જાય...

-


26 APR 2021 AT 23:38

સમજાય બીજાની વણકહી વેદના,
એજ સાચી સંવેદના

-


20 OCT 2020 AT 23:31

મોટો તો થઈ ગયો છું હું હવે,
પણ મારું બાળપણ મને હજીય યાદ આવે છે...
(Read in Caption👇🏼)

-


20 JUN 2020 AT 23:00

મન ભરીને સંઘર્ષ સ્વીકારી લઈશ હું,
મને થોડોક સુખી થતો તું હજમ કર હવે..

-


19 JUN 2020 AT 23:12

મથ્યો હું શું એને સ્હેજ ભાવપુષ્પે સજાવવા,
વેરી થઈ આવ્યો સમયનો અસવાર,
એ સપનાં ભાસે મને હવે બિહામણાં..

-


19 JUN 2020 AT 23:08

હું ફક્ત યાદ બનીને રહી જાઉં,
એની પહેલાં યાદ કરી લેજે..
રણકાર વિસરાઈ જાય તારા સ્વરનો
બસ એની પહેલાં સાદ કરી દેજે..

-


18 JUN 2020 AT 14:35

પથ્થરમાં પણ હું ધબકું હૃદય બની,
જો તું બને એનો શ્વાસ...

-


18 JUN 2020 AT 14:29

છાંટા પડે ને હું બાલ્કનીમાં ચ્હાનો કપ ભરીને ઊભી રહી જાઉં છું,
તું યાદ આવે છે,આંખોમાં ભીનાશ આવે છે ને ચા ઠરી જાય છે...

-


17 JUN 2020 AT 22:13

સવાલ કરાય છે, છે ક્યાં તું હવે?
નથી સમજાતું શું કહું હું જવાબમાં,
વસે છે તું મારી કવિતાઓ અને યાદમાં,
વરસતાં વાદળને જોઈ ભીંજાતા આભમાં,
આકાશને રડતું જોઈ ભીની થઈ આવતી આંખમાં,
હૈયાના કોક ખૂણે ધરબાયેલા સંબંધની રાખમાં,
તું પ્રત્યક્ષ નથી જ દેખાઈ આવતી મારી દરેક વાતમાં,
અને તને એટલું યાદ ન રાખી શક્યો એની ફરિયાદમાં...

-


Fetching Anjalee Makwana Quotes