અમિતકુમાર સોની   (અમિતકુમાર સોની)
119 Followers · 368 Following

I love travell
Joined 17 January 2018


I love travell
Joined 17 January 2018

મોત માટે રોગનો દાવો બહુ મજબૂત છે,
તોયે જીવનનો હજી લ્હાવો બહુ મજબૂત છે.
આટલી સસ્તી ખુશીનું મૂલ્ય પણ સમજાય નહીં,
એટલે ઔષધ તણા ભાવો બહુ મજબૂત છે.
હું જ મારી અવદશા પર શું કહું, શું ના કહું?
મિત્ર મળતા રોજ શરપાવો બહુ મજબૂત છે.
છે પરમ પણ પાસ મારી ને સ્મરણ કરતો રહું,
ડૉક્ટરો ને સારવાર અભાવો બહુ મજબૂત છે.
મિત્રો કહે છે 'અમિત'ઊભો થઈ જશે શંકા નથી
તે ક્ષણે મારો ય સ્વભાવ બહુ મજબૂત હોય છે
💐શુભ રાત્રિ💐

-



ભીતર   બેઠેલાં   દર્દનું  ભારણ  નડ્યા   કરે.
વિતેલી   યાદોનું  કોઈ  વળગણ  નડ્યા  કરે.
ઊથલાવી જિંદગીના પાના થાક્યો છું હું હવે,
સત્ય  અને  અસત્યની  સમજણ નડ્યા કરે.
જગની ભીડભાડમાં  શોધી  રહ્યો  છું ખુદને,
જીવવા   માટેનું  કાયમ   કારણ  નડ્યા  કરે.
કોઈનો થવા કાજે રોજ કોશિશ ઘણી કરી,
સમયે  સાથે   હારનું   સગપણ  નડ્યા  કરે.
સબંધો સઘળાં નિત ખૂબ નિભાવ્યા અમિત,
સમજ્યાં જેને પોતાના પ્રતિક્ષણ નડ્યા કરે.
💐 શુભ રાત્રિ💐

-



કોણ છે સાચું ને કોણ છે ખોટું ? એ સમજાતું નથી.
કોને  જઈ સુણાવું મારી વ્યથા ? એ સમજાતું નથી.
નચાવે રોજ જિંદગી  અહીંયા, નવા  ખેલ  માંડીને,
જિંદગીને  કઈ  રીતે  હું  જીતું ? એ સમજાતું નથી.
ભવસાગરે નાવ  હંકારી, નથી   કિનારાની   આશ,
શું  છે  સારું અહીં ને શું ખારું ? એ સમજાતું નથી.
એક સાંધું  ને તૂટે  ત્યાં  તેર, થઈ છે એવી જિંદગી,
શું આજે  છોડુ  ને શું હું જોડું ? એ સમજાતું નથી.
ઇશ્વરના  દરબારમાં છે સહુ સલામત જાણું છું છતાં
દુઃખો સઘળાં કેમ કરી ઠારું?એ અમિત સમજાતું નથી.
💐 શુભ રાત્રિ💐

-



*ખરાબ સમય બે પ્રકારના હોય છે,*
*એક રડતા શીખવાડે,
અને
બીજો લડતા શીખવાડે..!!!*

💐 * શુભ રાત્રિ*💐

-



*कोई जब पूछे कैसे हो…??* 🤔
तो मजे में हूँ कहना पड़ता है…
*ये ज़िन्दगी का रंगमंच है दोस्तों….*🫂
यहाँ हर एक को नाटक करना पड़ता है।
*माचिस की ज़रूरत यहाँ नहीं पड़ती…* 🤐
यहाँ आदमी आदमी से जलता है।
*दुनिया के बड़े से बड़े साइंटिस्ट* 👀
*ये ढूँढ रहे है की मंगल ग्रह पर जीवन है या नहीं,*
पर आदमी ये नहीं ढूँढ रहा
कि उसके जीवन में सब मंगल है या नहीं
💐शुभ रात्रि💐

-



*લગાતાર લાગે છે!*
હૃદયને તૂટતા ક્યાં  વાર લાગે છે ?
ભીતરે રહેલાં દર્દોનો ભાર લાગે છે !
પાંખોને ફેલાવી ઉડવું  છે  આભમાં,
જીવન જાણે આ કારાગાર લાગે છે !
સ્નેહનાં  સંબંધો તરડાયા છે સઘળાં,
માનવ કોઈ ક્યાં  વફાદાર લાગે છે ?
રંગ બદલતા ચહેરા છે ચોતરફી અહીં
જીવન અહિંયા રોજ દુષ્વાર લાગે છે !
મળે શાંતિ એવું સ્થાન ક્યાં અમિત?
આ શ્વાસ છૂટતો લગાતાર લાગે છે !
💐શુભ રાત્રિ💐

-



ભૂલી   ગયા   તો  ભૂલનું   કારણ નડ્યું.
કારણ  નિવાયુઁ  તો  પછી  તારણ નડ્યું.
ખાધી   દયા   કાયમ   અહીં  સંબંધની,
માફી  જરા  દીધી  અને   ભારણ નડ્યું.
આ   કંઠથી   પીધાં   અમે  હર  ઝેરને,
છે  રંજ  એ, કે  કોનું  આ મારણ નડ્યું.
માંગ્યું  ભલા  કણથી વધારે  કે દિવસ ?
ને આજ, આ માંગ્યા વિનાનું મણ નડ્યું.
કાલે  હતા  તેવા  જ  આજે પણ અમે,
ભગવાન જાણે કોનું  વળી કામણ નડ્યું ?
🌸 શુભ રાત્રિ 🌸

-



👏🏼😥💐 તું હવે આ દુનિયા માં નથી રહ્યો એવા સમાચાર મળ્યા ની આ 73 મી માસિક અશુભ રાત્રિ છે💐😥👏🏼 👏. 14 અને 15 ઓગસ્ટ 2019 અમને ક્યારેય ભૂલાશે નહી દીપ 👏
💐નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ|ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ|💐
💐આ આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી,અગ્નિ બાળી શકતો નથી,પાણી ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી."💐
♥️ આ 73 મી માસિક પુણ્યતિથીની અશુભ રાત્રે દીપ તને શ્રદ્ધાંજલિ ♥️ 💕 Deep Soni💕
💐ૐ શાંતિ: શાંતિ: શાંતિ: 💐

-



👏🏼😥💐 તું હવે આ દુનિયા માં નથી રહ્યો એવા સમાચાર મળ્યા ની આ 73 મી માસિક અશુભ રાત્રિ છે💐😥👏🏼 👏. 14 અને 15 ઓગસ્ટ 2019 અમને ક્યારેય ભૂલાશે નહી દીપ 👏
💐નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ|ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ|💐
💐આ આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી,અગ્નિ બાળી શકતો નથી,પાણી ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી."💐
♥️ આ 73 મી માસિક પુણ્યતિથીની અશુભ રાત્રે દીપ તને શ્રદ્ધાંજલિ ♥️ 💕 Deep Soni💕
💐ૐ શાંતિ: શાંતિ: શાંતિ: 💐

-



કૈલાશબેન અમિતકુમાર સોની

-


Fetching અમિતકુમાર સોની Quotes