જા.. હવે મારે પણ લાગણીઓને
શબ્દોમાં વ્યક્ત નહીં કરવી,
અમથું ય તું હર વખતની જેમ જોઈ
ખાલી "ઠેગો" જ બતાવવાની..!-
તમારા ઊરમાં ઊછળતી સંવેદનાને
જ્યારે શબ્દોમાં કંડારી પ્રસ્તુત કરો છો..
ત્યારે, એ જોનારને મુખેથી આપોઆપ
વાહ સરી પડે છે "અમિત"...!-
લખતાં ક્યારેક તમે નું તું થાય
તો ચલાવી લેજે...
મારી લાગણી જોજે ને
શબ્દોને વધાવી લેજે...-
"શબ્દો" થકી વ્યક્ત થતો પ્રેમ
બનાવટી હોઈ શકે,
પણ વેદનાઓ... બિલકુલ શુદ્ધ હોય છે..!-
માણસ દિસે છે અદ્દલ માણસ જેવો જ, પણ...
કોઈ નદીની રેત સરીખો "ભીનો"
ને.. કોઈ રણની રેત સમ કોરો "ભઠ્ઠ"..-
કોઈને રૂબરૂ મળ્યા વિના જો
એની નિકટતા અનુભવી શકો,
તો એ વ્યક્તિ સાથે તમે ગહન
લાગણીથી જોડાયેલા હશો..!-
जिन्हें याद कर के मुस्कुरा दे ये आँखें..
वो लोग दूर होकर भी दूर नहीं होते..!-
કોઈના દુર થવાથી જો ખાલીપો અનુભવાય,
તો, એ સંબંધ દિલની ખુબ નજીકનો હશે...-
હ્રદયની ઇજાઓને હું હસતાં
હસતાં વર્ણવું છું..
લોકો જાણવા આતુર છે કે હું
શબ્દો ક્યાંથી શોધુ છું..!-
જીવનને ચલાયમાન રાખતું શ્રેષ્ઠ પ્રેરકબળ, એક આશા -
"બધું સારૂં થઈ જશે.."-