'વિશ્વ કવિતા દિવસ'
એવું કહેવાય છે કે 64 કળા અને 16 ભાષા નો જ્યારે સુમેળ થાય ત્યારે સાહિત્ય ની ઉપમા મળે છે. અને એ સાહિત્ય ની વસંત ઋતુ એટલે કવિતા. કદાચ કવિતા નું મહત્વ એટલે વધારે છે કે દરેક માનવીનો જીવનમાં જન્મ થી લઇને મરણ સુધી કવિતા સાથે સીધો નાતો છે,
હાલરડું, વિદાય ગીત, પ્રભાતિયાં, લગ્ન ગીત, શોર્યગીત, દેશભક્તિ ગીત, અને મરતી વખતે મળશિયા. આ રીતે ડગલે ને પગલે ક્યાંક ને ક્યાંક તો માણસ કવિતા સાથે અથડાય જ છે.
તો આજે વિશ્વ કવિતા દિવસ નિમિતે બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ , અને મને ખૂબ આનંદ છે કે આ કવિતા સાથે હુ મારો નાતો જોડવાનો પ્રયાણ કરૂ છું.
-અલપેશ કારેણા.-
21 MAR 2018 AT 8:44