12 MAY 2019 AT 8:55


ના પૂછ મને તું કે મા વિશે કવિતા કેમ લખવી?
મમતાને કાગળ પર કલમથી વળી કેમ છાપવી?

ચિત્રકાર છું એટલે હૂબહૂ ફોટો બનાવી લઈશ,
દિલમાંથી છલકતી લાગણીને કયા રંગે દોરવી?

જરૂર પડ્યે હર તબક્કે 'મા'ને મદદ કરીશ, પણ
નવ મહિનાની તકલીફને કેટલી કિંમતે આંકવી?

પૈસે-ટકે સુખી હોઈશ તો લાખોની સાડી આપીશ,
ઘસાયેલ શરીરની સજાવટ સામગ્રી ક્યાંથી લાવવી?

સારી લાઇફ સ્ટાઇલનાં બહાને બંગલામાં રાખીશ,
પણ 'મા' સાથે વાત કરે એવી ઈંટ કેમ બનાવવી?

દિવસ છે, થોડા ઘણા શબ્દો છે તો લખાઈ ગયું,
બાકી અંદરની લાગણી બહાર કેટલીક દર્શાવવી?

-અલ્પેશ કારેણા.

-