Alpa Mehta   (Alpa Mehta)
82 Followers · 65 Following

Joined 5 October 2021


Joined 5 October 2021
31 DEC 2023 AT 10:48

ભૂતકાળની ભવ્યતા

વીતેલા વર્ષની ખાટી'ને મીઠી યાદોનો સાથ છે,
આજ વરસની સફર પૂરી થયાનો અહેસાસ છે.
ઝડપથી વીતેલા વર્ષની સોનેરી સફરનો સાર છે,
કઠોર હૈયે સંઘરેલી કોમળ વાતનો હજી ભાર છે,
જોયેલા સપનાંઓ સાકાર થવાની શરુઆત છે,
પાપા પગલીએ હાલી જગત જીતવાની વાત છે,
જીવનનાં અંત સુધી મહેકતા રહેવાની આશ છે,
લાગે સાહિત્યની સફર જાણે એવી કે બાહુપાશ છે,
બીજાના દોષ ભૂલી આગળ વધવાની હામ છે,
સૌ સાથે ચાલવાની આ અમારી અનોખી રીત છે.
કરેલી ભૂલો માટે મારી માફીની આપને રજુઆત છે,
'અલ્પ' ની દ્રષ્ટીએ તો સૌને મળવાની શરૂઆત છે.

'અલ્પ'

-


26 JAN 2023 AT 9:25

નિત નમન. ગુલામીમાંથી
માતૃભૂમિ તુજને, બન્યો સ્વતંત્ર દેશ,
ઋણી હું તારી. મળી આઝાદી.

વીર શહીદો ગાંધી, સુભાષ
લાલ પાલ ને બાલ નેહરુ, સરદાર
આઝાદ દેશ. વંદન સૌને.

વિવેકાનંદ અશોકચક્ર
મહારાણા પ્રતાપ કેસરી ને સફેદ
વીર તારલા. લીલો, તિરંગો.

પૂર્વ પશ્ચિમ ગર્વ મુજને,
ઉત્તર ને દક્ષિણ હાથ મસ્તક નમે
લહેરાયો તિરંગો. દેશની માટી.
અલ્પા મહેતા

-


11 JAN 2023 AT 22:48

ચા પીવી તો એક બહાનું છે,
ચા સાથે તો હું પોતાના માટે સમય કાઢું છું,
એ સમયમાં હું,
આપણી યાદોને વગોળું છું...
ક્યારેક તું પણ મારો સાથ આપીશ ને!!!

-


2 DEC 2022 AT 10:55

એક જીવન
એમાં પણ બોલવા કરતાં, સંભળાવવાળા વધુ છે...
હાથ મિલાવવા કરતાં,હાથતાળી આપી ભાગવા વાળા વધુ છે...
સાથે ચાલવા કરતાં,પગ ખેંચવાવાળા વધુ છે...
દિલને સમજે એના કરતાં,દિલ તોડવાવાળા વધુ છે...
સાથ આપવાવાળા કરતાં,એકલતા આપવાવાળા વધુ છે...
આપણું કહેવાવાળા કરતાં,મારું જ છે કહેવાવાળા વધુ છે...
પ્રેમ છે એવું કહેવા કરતાં,
પ્રેમનાં નામે નફરત આપવાવાળા વધુ છે...
નથી કોઈ અપેક્ષા કે ઈચ્છાઓ,
આપ્યો છે પ્રેમ હંમેશા
તો પણ દુઃખ આપવાવાળા વધુ છે...

-


11 NOV 2022 AT 11:41

પ્રેમનું ઝરણું વહેતું મુજ હ્રદયને આંગણિયે,
પ્રતીક્ષા કરતું તારી, મુજ હૃદયને આંગણિયે....

શણગાર તારી સાદગીનો જોવો ખૂબ ગમે છે,
ક્યારેક આવીને બેસ , મુજ હ્રદયને આંગણિયે....

રેશ્મી ઘુંઘરાળા તારા વાળ મને ખૂબ ગમે છે,
નિરખતી રહું સદાય તુજને, મુજ હૃદયને આંગણિયે...

શબ્દ એક એક તારાં મુખનો મને ખૂબ ગમે છે,
જાણે છૂટાં મોતીનો રણકાર, મુજ હૃદયને આંગણિયે...

તિતલીઓ ની માફક તારી શરારત, મને ખૂબ ગમે છે,
મૃગનયન જેવી આંખો વસતી, મુજ હ્રદયને આંગણિયે...

હેતની હેલી ઉઠે તો કહેજો જરા ઇશારાથી,
પ્રેમનાં ઝરણામાં પલળવું સાથ, મુજ હ્રદયને આંગણિયે...

-


8 NOV 2022 AT 15:17

જીવન મળ્યું મનુષ્ય ભવ થકી,
" અલ્પા" થી અસ્તિત્વ ઓળખાતું મારું,
નાનપણ નિર્દોષ હાસ્ય અને ભણતરમાં વીત્યું,
જુવાની બહેનપણીઓ ને દોસ્તોનો સાથ,
સારાં ખરાબની સમજણ સાથે અનુભવ મળ્યો,
અલ્લડ ને પોતાની મસ્તીમાં મસ્ત રહેતી છોકરી હું,
સમય વિતતો ગયો ક્યારે મોટી થઈ ગઈ ખબર ના પડી,
આછેરો ઘૂંઘટ ઓઢી નવવધૂ બની ગઈ,ને મારાં દાંપત્ય જીવનનો પ્રારંભ થયો,
મને આજે પણ યાદ છે મારા હાથ ઉપર મહેંદીથી 'P' લખેલું,
'દીકરીથી વહુ' તરીકેની જીવન સફર આગળ વધી,
પત્નીથી માતા બનવાનું અસ્તિત્વ મળ્યું,
દીકરીની મા બની સાથે , મારી ઢીંગલી મારા ખોળામાં રમતી ,
મારું બાળપણ બનીને ,જવાબદારીઓ પણ વધતી ગઈ,
દીકરી સાથે એક મિત્રની ખાલી રહેતી જગ્યા પણ ભરાઈ,
જવાબદારીઓ અને ઈચ્છાઓ વચ્ચે સફરમાં આગળ વધતી,
આ સફરમાં કેટલાય આરંભ આવ્યા જીવન પથ પર....

-


8 NOV 2022 AT 15:03

વિચાર આવ્યો,
સમય સાથે મૈત્રી કરી લઉં,
તમન્નાઓ બધી પૂરી કરી લઉં,
પુષ્પ સમ જીવન,
સુગંધ ફેલાવી લઉં,
વાયદો કર્યો મુજથી જ,
ખુશીથી સર્વ પરિસ્થતિ સ્વીકારી લઉં....

-


7 NOV 2022 AT 10:24

શાંત અને સ્થિર ઊભેલી હું,
દરિયા સામે,
મનમાં ઉછળતા વિચારોનાં તોફાનો,
કેમ કરી સમાવું !!!

-


3 NOV 2022 AT 11:48

જીવન પથ પર,
કેટલાય ચઢાવ ઉતાર આવ્યા,
કાંટાળા રસ્તા,
તો સરળ પણ,
દિવસો, મહિના ને વર્ષો,
કેટલીય ઋતુઓ,
કેટલાક હસતા
તો કેટલાક રોતા ચહેરા,
સફર માં હમસફર પણ મળ્યા,
પણ સફર તો આગળ વધતી
જૂની યાદો સાથે,
નવી ઈચ્છાઓ,
નવા સપનાંઓ પૂરા કરવા,
પ્રેમના એહસાસ સાથે,
મંઝીલ પર આગળ વધવા,
જીવવા સાથે મરવાની,
તૈયારી પણ છે...બસ
જીવન પથ પર આગળ વધવું મારે...

-


1 NOV 2022 AT 22:47

I eat pani puri

-


Fetching Alpa Mehta Quotes