જો સૂર્યનાં કિરણો નજરે પડે છે
જો સાથે કેટલી તકો નજરે પડે છે
કહી કેટલાના પડછાયા અદ્રશ્ય થઈ ગયા
એમની અધુરી આશાઓ નજરે પડે છે
પંખી હવે માળો છોડી ઉડવા લાગ્યા
આપણી આજની જવાબદારીઓ નજરે પડે છે
ઘાસ પર ઝાખર અને ઓટલે છાપા પડવા લાગ્યા
દુનિયામાં થયેલી-થવાની હલચલો નજરે પડે છે
મસ્જિદની અઝાન અને મંદિરના ટકોરા કાને પડ્યા
જો દેશનો સુંદર ભાઈચારો નજરે પડે છે
કાલ માટે નીકળી પડ્યો આજે આ મનુષ્ય ઘર થી
જો ઝિંદગીનો ફરજિયાત જુગાર રમતો નજરે પડે છે
- આફતાબ મનીઆર-
એક વાર દિલ તો મારું પણ તુટયું છે, ને એનું ઘાવ આજે પણ છે.
અમૂક અવસરે એ તાજું પણ થાય છે, નેે કવિતા પણ રચાય છે.-
મારા આકાશ માં એ વાદળ બની ને આવે, ને બીજા ની જમીન પર અે વરસી જાય.
એનું ફક્ત એક ટીંપુ મારા થી દૂર થાય, ને માંરુ સંપૂર્ણ આકાશ તરસી જાય.
એને કોણ સમજાવે કે જે વીજ-ગાજ થાય, અે તો માંરુ આભ ફાતે,
એ તો ધૂમધામ થી થતી અેની વિદાય સમજી જાય, ને ધરાધર વરસી જાય.
-
ઉદાસી ને પંપાળે, તો સારું લાગે
આમ લાગણી છલકાઈ, તો સારું લાગે
આંખે આવે આંસુ, તો રૂમાલ તો છે જ
પણ કોઈના પલ્લુથી લુંછાઇ તો સારું લાગે
ભલે સમય કેટલો પણ હોઈ ને કિંમતી
કોઈના ખ્યાલોમાં વેડફાય તો સારું લાગે
જવાનીના જોશમાં, રમકડાં ક્યાં આકર્ષે?
આંખો-આંખોની રમત રમાઈ તો સારું લાગે
પ્રેમની મિલકત તો ખુબ વસાવી છે દિલમાં
પણ બે જણ વચ્ચે વહેંચાઈ તો સારું લાગે
કેટલી સુંદર લાગે છે મહેંદી કોમળ હાથેળી પર
એમાં દિલ દોરી આપણું નામ ચીતરાય તો સારું લાગે
-
બે પંક્તિઓ મારી એક ગઝલ માંથી..
ભલે સમય કેટલો પણ હોઈ ને કિંમતી
કોઈના ખ્યાલોમાં વેડફાય તો સારું લાગે
જવાનીના જોશમાં, રમકડાં ક્યાં આકર્ષે?
આંખો-આંખોની રમત રમાઈ તો સારું લાગે-
ખનકી અેની પાયલ છમ્મ્મ્-છમ્મ્મ્...કરી ને.
આઈ...હાઈ !!
ને પછી એ હસી ટમ્મ્મ્-ટમ્મ્મ્...કરી ને.
આઈ...હાઈ !!
બસ આતલું જ થયું, અને મારું હૈયું સાવ કાચું પડી ગયું,
ને પડયું પછી અેના પ્રેમ માં ભમ્મ્મ્મ્મ્ કરી ને.
હાઈ...હાઈ !!-
એક પંક્તિ મારી એક ગઝલ માંથી..
એક્લો પડતો રહ્યો હું કોઈ સ્થિર સાથી ની શોધ માં,
અંતે ખુદને જ મિત્ર બનાવ્યો, તો આજે હું સુખી થયો.-
આ તો બધી ઉદાસી છે, જે મને હસ્તા-હસ્તા ફરવા પર મજબૂર કરે છે. ખાસ્સો સમય વીતી ગયો, હવે જીવનમાં ખુશી જો આવસે તો ધ્રુસ્કે-ને-ધ્રુસ્કે રડાય જશે.
-