આનલ Goswami वर्मा   (@dilki.batein30)
167 Followers · 211 Following

https://instagram.com/dilki.batein30?r=nametag
Joined 18 March 2020


https://instagram.com/dilki.batein30?r=nametag
Joined 18 March 2020

લપેટાઈ ગયો જે કેશની જાળમાં,
કપાયે છૂટકો એને આંખોની છાયમાં,
રંગબેરગી ચહેરાની આ દુનિયામાં,
મનના પેચ નક્કી છે કિસ્મતમાં.

-



ગુલાબી પતંગ, ગુલાબી દોર,
ગાલ પર પડતી ગુલાબી કોર,
હજીય અકબંધ છે મનમાં,
એક ઉત્તરાયણની એ સાંજ.


-



રખેને કાયમ હસતી વ્યક્તિને જોઈ ઈર્ષા કરતાં,
હકીકતે તો, એણે દુઃખને સ્વીકારી જીવતા શીખી લીધું છે.

-



સ્મિતની પાછળ દર્દ છુપાય પણ દર્દની પાછળ હાસ્ય ના છુપાય, હવે કહો કોણ વધારે બળવાન!

-



We are perfect only with our imperfection

-



મેં પ્રેમ કર્યો, એટલે જ હક કર્યો,
એને ચાહ્યો એટલે જ અપેક્ષા કરી,
જો દિવસ પછી રાત ના રોકી શકાય,
તો પ્રેમમાં અપેક્ષા કેમ રોકાય?

-



જોને દિવાળી ઉજવી લીધી મેં,
દિવા ખરીદતી વખતે ભાવ ના કર્યો,
જોને દિવાળી ઉજવી લીધી મેં,
કામ કરનારને નવા કપડાં આપ્યા,
જોને દિવાળી ઉજવી લીધી મેં,
ફરવા જઈને, ફોટા ઓછા લીધા,
આખોમાં પ્રકૃતિને ભરી,
જોને દિવાળી ઉજવી લીધીમેં,
મારી પાસે જે છે, એનો આભાર માની,
ફરિયાદ કરવાનું છોડી દીધું મેં,
જોને દિવાળી ઉજવી લીધી મેં.

-



ફરજિયાત નથી કે પહેલી નજરનો પ્રેમ આંખોથી જ થાય,
ગરબે રમતી ગોરીના લયબદ્ધ પગલાં ય પ્રેમમાં પાડી જાય

-



ઇમાનદારીનો વારસો

-



જેની વડવાઈ અનેક,
તાકાત એટલી કે લડે દરેક મૌસમમાં,
એક પણ વડવાઈ તૂટે,
તો વડલો પડે નબળો,
કોઈ પણ મુશ્કેલીમાં,
વડવાઈથી મળે રક્ષણ,
મિત્રતાનો ઘેઘુર વડલો,
જેની વડવાઈ અનેક.

-


Fetching આનલ Goswami वर्मा Quotes