QUOTES ON #GUJJUFACTS

#gujjufacts quotes

Trending | Latest
23 OCT 2019 AT 12:07

तू रेत से तपता "रेगिस्तान" कोई,
में तुझे खुदमे समा लेने की ख्वाहिश रखता "जरना" कोई।

- Hemangi Solanki

-


24 OCT 2019 AT 21:55

દિલમાં યાદોનો ભૂકંપ શું આવ્યો,
વિચારોનો કાટમાળ તૂટી પડ્યો..!

दिल में बसी यादों में भूचाल जो आया,
और यहां विचारों का मलबा टूट पड़ा।

-


25 OCT 2019 AT 13:29

જો પ્રેમ કરવો હોય તો પથ્થરને જ કરી લેજો સાહેબ,
એટલે પાછળથી પછતાવો તો ના રહે કે માણસ પથ્થર જેવો છે,
પથ્થર જ હતો ને પથ્થર જેમ જ આચરણ કરવાનો..!

If you want to love someone,
Choose one stone and love it..!
So that you don't have to face a grief later,
That someone is behaving like a stone..!

-


19 JUL 2019 AT 12:28

ફળોમાં મીઠાશ એમ જ નથી આવતી..
એ ટાઢ-તડકો-તુફાન વેઠે છે,
ત્યારે જ "પરિપક્વ" થાય છે..!

સંબંધોમાં પણ હળવાશ એમ જ નથી અનુભવાતી..
હકીકતમાં તો જ્યારે લાગણીઓ ઘવાઈ છે,
ત્યારે જ "પરીપક્વ" થવાય છે..!

-


21 OCT 2019 AT 11:30

જેમ તડકાનો અલગ અલગ સ્વભાવ હોય છે..!
વહેલી સવારે કુમળો લાગે છે,
તો બપોરે બળબળતો લાગે છે,
તો રાતે શીતળ બની ઠંડક આપે છે..!

સંબંધનો પણ કંઇક એવો જ પ્રભાવ હોય છે..!
પહેલી વાર એ કુમળો લાગે છે,
તો અમુકવાર એ જ બળતો હોય છે,
તો અમુકવાર એ શાંતિની સંગત આપે છે..!

-


30 SEP 2019 AT 17:38

નજરે નજર મેળવી રાખું છું,
તો બધાં આશિકો ઘાયલ થઈ કરમાય છે..!
એટલે જ તો ઝુકાવી રાખું છું,
નહિતર આ ગુજ્જુ છોરી ક્યાં શરમાય છે..!

-


18 OCT 2019 AT 7:36

અહીં બધાનું અંતર ખોલીને જોશો તો,
કોઈને કોઈ મૃત યાદોને દફનાવેલી જોવા મળશે..!
લાગે છે "સમાજ" ખોટું ભણાવી ગયું કે,
તાજમહેલ જોવા આગ્રા જ જવાની જરૂર પડશે..!

-


4 OCT 2019 AT 10:29

તું જીવનને મારી પર તો અજમાવ,
હું હૈયેથી હોડકું બની તરી જઈશ..!

તું આ રંગોળીને પ્રેમરંગે તો રંગાવ,
હું મેઘધનુષ્ય બની દીપી જઈશ..!

તું ફક્ત એક ખ્વાહિશ તો ફરમાવ,
આંખેથી પાંપણ બની ખરી જઈશ..!

પણ

તારા વિનાનો દાવાનળ સળગાવિશ,
જીવથી રાખ બની બળી જઈશ..!

-


6 OCT 2019 AT 21:11


તકલીફમાં એને યાદ કરું...!
ખુશીમાં પણ એને યાદ કરું...!

ખબર જ ના રહી,
જોતજોતામાં ક્યારે એને ભગવાનનું સ્થાન અપાઈ ગયું..!

-


6 OCT 2019 AT 15:05

તમને એકડા ઘૂટાડવાના ચક્કરમાં
જેમની આખી જિંદગી ઘૂંટાઈ જતી હોય છે,
એમને ક્યારેય ઘરડાં-ઘરમાં ઘૂંટાવા ન મોકલશો..!

-