મરું છું જેને મળવા તેનું મુખ ના હું દેખું ને
ડરું છું જેના થી એતો રોજ સામો થાય છે
છૂટવા જેનાથી ભાગુ છોડે ના ઈ છેડો ને
દોડું જેની પાછળ એ દૂર ભાગી જાય છે
અમૃત નું તો કાને સાંભળ્યું છે નામ ખાલી
જોઉં છું ઉઘાડી આંખે ઝેર છલકતું દેખાય છે
‘ઘાયલ’ ક્યાંય પ્રેમ દેખાતો નથી અહીંયા તો
ચમકતી ચિરોડી માં મન છેતરાય છે-
27 JUL 2019 AT 8:54