એવી દુનિયાં જેમાં એક લેખક નું હૃદય છૂપાયેલું છે
-
સહજતા મારા સ્વભાવની મજાક બનતી જાય છે..
સમજતા નથી કોઈ બસ રાખ કરતાં જાય છે..-
FAMILY
દુનિયાથી છુપા રહી શકો લગભગ પણ
પળવારમાં જાણી જાય મને એવાં એ ખાસ છે.
ઘર મારું પવિત્ર જ્યાં એમનો વાસ છે .
લાગે જાણે અહીં લાગણીઓનો પ્રવાસ છે.
હર એક ક્ષણ વીતેલી છે ત્યાં રોશે- ઉલ્લસે ,
ઘર મારું એવું જાણે સ્વર્ગ નો એહસાસ છે .
-
મન પણ ન જાણે કઈ કો'ર જઈ રહ્યું છે ,
જાણી અજાણી હર વાત કહી રહ્યું છે...-
અહીં ખાલી વાત જરુરી નથી ,
એની સાથે આવતાં દરેક ભાવ જરુરી છે..
જીવન તો આમેય વિતાવવાનું છે
પણ દિવસે દિવસે મળતાં આ દરેક
ઘાવ ને ભરવાં જરુરી છે..-
સ્વમાન નામનો તાજ પેહરું છું માથે એને
અભિમાન ન સમજતા....
આજે નહીં તો કાલે દરેક વાત છત્તિ થશે આને ધર્મ- જ્ઞાન ના સમજતાં....-
હર રોજ એક નવી દુનિયા માં ચાલ્યું જવાઈ છે ,
ક્યારેક મારા જ દુઃખમાં હસાય જાય છે ,
ક્યારેક હસતાં હસતાં પણ રડાઇ જાય છે ;
કમાલની છે આ જિંદગી હર એક ક્ષણે ફસાવી જાય છે.-
સમસ્યાઓ થી લડતાં સીખો...
જો પડો છો સાહસ કરવાથી તો
આપોઆપ ઉભા થતા સીખો...
આગળ વધો પુરી તાકાતથી પણ
પેહલા સાચો રસ્તો શોધતા સીખો...-
પિતા
ઘણું ખરું કહી દેતા હતા તેઓ પોતાની બે આંખોથી....
પણ
ઘણું ખરું એવું પણ હતું જે છૂપાવી લેતા બે હાથોથી....
દીકરી એવું કહી ને ઘણું ખરું શીખવી દેતા બે વાતો થી...
અજાણતા જ યાદ આવી હતી તમારી
આ ક્ષણે તો આંસુ નીકળ્યાં આંખોથી...-