QUOTES ON #જવાબદારી

#જવાબદારી quotes

Trending | Latest
31 JAN 2019 AT 23:15

પરિવારની ઈચ્છાઓ પૂરી કરવામાં,
મારી ઇચ્છા વ્યક્ત કરવાનું જ ભૂલી ગઈ.

લોકોની જરૂરિયાત પૂરી કરવામાં,
મારે શું જોઈએ છે તે કહેવાનું જ ભુલી ગઈ.

બીજાના ચહેરા પર ખુશી લાવવામાં,
મને શેમાં ખુશી મળે છે તે કહેવાનું જ ભૂલી ગઈ.

મમ્મી પપ્પાની પરફેક્ટ દીકરી બનવામાં,
મારા માટે જીવવાનું જ ભૂલી ગઈ.

-


1 JUL 2020 AT 16:46

વ્યક્તિ પોતાનું હોય કે પારકું, એકવાર જો તમે પોતાની ઈચ્છા દબાવીને એમની અપેક્ષા ને માન આપશો,
તો દર વખત એ વ્યક્તિ તેની અપેક્ષાઓનો ટોપલો તમારે માથે ઢોળતો રહેશે...

-


26 MAR 2021 AT 14:51

સંતાડી રાખ્યા છે શમણાંઓ ને જવાબદારીના પડદા પાછળ,
.
.
.
એક સ્ત્રી છું.....
કેમ'ની ઝૂકી શકું, ફક્ત પોતાના જ સ્વાર્થ આગળ..?!




-


20 SEP 2020 AT 12:09

જવાબદારી જ નિભાવી નાખે છે બધું
સાહેબ
બાકી શોખ તો અમારા પણ કાઈ ઓછા નથી...
♥️♥️♥️

-


28 JAN 2019 AT 0:42

જવાબદારી અને જરૂરિયાત વચ્ચે જીવાતી સપના ની દુનિયા એટલે જીંદગી .

-


28 JUN 2018 AT 11:41

હાથ પકડી રાખજે હંમેશા મારો , દુનિયા માં બહુ ભીડ ભારી છે ,
ખોવાઈ ના જાઉં હું ક્યાંક આ ભીડ માં એ જવાબદારી તારી છે .

-


3 FEB 2019 AT 10:59

તમે માત્ર
મને સમજવાની જવાબદારી લો,
સંબંધ નિભાવવાની જવાબદારી મારી !!

-


29 SEP 2020 AT 9:56

રાતભર
આંખેથી ખરેલા
ઝાકળ જેવા
અશ્રુઓ,
સવાર થતાં જ
સુરજ જેવી પ્રખર
જવાબદારીનાં તડકે સુકાઈ ગયાં...!

-


4 MAR 2019 AT 15:17

જીંદગીના બદલાતાં દરેક પડાવે
જવાબદારીઓના મેં પ્રમાણ બદલાતા જોયા છે

ખીલતા સપનાંઓ જે ખુલ્લી આંખોમાં
ધીરે ધીરે આંખો સામે જ મુરઝાતા જોયા છે

બધાયનું વિચારવામાં ને વિચારવામાં
ખુદ ને જ કયારેક તો વીસરાતા જોયાં છે

બધું જતું કરવામાં ને કરવામાં
અન્યાય કરી ખુદને જ છેતરાતા જોયાં છે

લાગતા કયારેક જે ખુદથી પણ વધુ મારા,
જીંદગીના બદલાતાં દરેક પડાવે
નખશિખાંત એમને જ બદલાતા જોયા છે

-


4 JUN 2020 AT 13:36

समझ को भी मौन है नासमझ को भी मौन है
एक बार तू अपने आप पर जांख के देख कि तू कौन है

-