17 OCT 2020 AT 9:13

વિચારોમાં ગૂમ, ઘરે જવાના બદલે ઘણી દૂર નીકળી ગઈ. એક પથ્થર સાથે ઠોકર વાગી ને ભાન ભેગી થઈ. આસપાસ નજર ફેરવી, તો એક અનોખી જગ્યામાં પોતાને ઉભી જોઈ. સામે કબ્રસ્તાન હતું અને ગેટ પાસે એક ભીકારણ જમીન ઉપર ઢળી પડેલી હતી. શું પ્રભુએ મને એની અંતિમ વિધિ પુરી કરવા મોકલાવી હતી??
163/365
©શમીમ મર્ચન્ટ

- Shamim Merchant