Sejal Desai   (Dr Sejal Desai)
187 Followers · 27 Following

Hi I'm ophthalmologist by profession.writing poems in Gujarati is my passion.
Joined 5 October 2018


Hi I'm ophthalmologist by profession.writing poems in Gujarati is my passion.
Joined 5 October 2018
10 JUN 2020 AT 10:46

વ્હાલનો વરસાદ આવે, તો પલળવું જોઈએ,
વાદળોની જેમ ધરતી સાથે ભળવું જોઈએ.

-


30 MAY 2020 AT 10:48

સગાંને સમય પર મદદમાં ન આવે,
પ્રતિષ્ઠા નકામી જે ભીંતે ચઢી છે.

-


23 AUG 2019 AT 12:51

એક વિશ્વ...
જાણે આયનામાં દેખાતું..
મોહક , લલચામણુ.. આભાસી..
તોય
એમાં ભૂલા પડવું ગમતું...
મનપસંદ લાગણીની શોધમાં...
દુનિયાથી દૂર એક નવી દુનિયામાં...
મેઘધનુષ્યના રંગો સાથે રંગાવામા..
કારણ ?
મૃગજળ સમાન દોડતી ઝંખના !
જેમાં ભળીને અસ્તિત્વ ઓગળતુ...
અને એ વિશ્વમાં એકરૂપ થઈ જતું...
પછી
અચાનક એક ક્ષણમાં બધું ગાયબ..
હકીકત નામના પડછાયાની પાછળ..

ડો.સેજલ દેસાઈ.



-


10 JUL 2019 AT 9:30

વિરહ ની મીઠી વેદના

સોળ શણગાર સજીને બેઠી સખી,
પિયુ મિલનની દિલમાં રાખી આશ !

સઘળાં કામ છોડી ને આવી સખી ,
ફકત એક ઝલક પામવા ની પ્યાસ !

વિરહની વેદના તું શું જાણે સખી ,
આ દિલની ધડકન સંગ દોડે છે શ્ચાસ !

ચમકતી ચાંદની ખીલી ઉઠી છે સખી,
પૂનમની રાત છે આજ નહીં કે અમાસ !

રાતરાણીના ફૂલો ખીલ્યાં છે અહીં સખી,
આજ  પિયુ મિલનનો છે મને વિશ્વાસ !

ડો.સેજલ દેસાઈ

-


9 MAY 2019 AT 22:48

અરમાન

આત્મા તણી આ શક્તિનું અભિમાન શાથી તને જો !

ઈશ્વર તણી આ ભક્તિનું બહુમાન શાથી તને જો!

જાણ્યે અજાણ્યે એ પાપો જો આમ કર્યાં જીવનમાં,

કર્મો એવા તો,આત્માની મુક્તિનુ અરમાન શાથી તને જો ?

ડો.સેજલ દેસાઈ
સુરત

-


8 FEB 2021 AT 10:12

ગઝલ
        
એ દવા સીધી અસર કરતી હશે,
જ્યાં દુવા પણ સાથમાં મળતી હશે.

ઝાંઝવાંનું છીછરું પાણી , છતાં,
આંખમાં ઈચ્છા ઘણી તરતી હશે.

ચાંદ, તારા ને ગ્રહો છે બેખબર,
તો દશા કોની તને નડતી હશે ?

છોકરાંનો ભાર માથે રાખતી,
મા ,પરાણે કેમ બહુ હસતી હશે?

ચોટ લાગે  કેમ એ વાંચ્યા પછી?
લાગણીથી એ ગઝલ લખતી હશે.

શું મળે છે પંચતત્વો વેડફી ?
માણસોને પૂછતી ધરતી હશે.

આમ તો  કરફ્યૂ લદાયો છે, છતાં,
રોજ અફવાઓ બધે ફરતી હશે.
Dr Sejal Desai


 



                      
                       

-


12 JAN 2021 AT 16:05

આ પતંગોની રમત છે તે છતાં,
જો ,લડે છે માનવી આકાશમાં .

-


6 JAN 2021 AT 16:26

નવા વર્ષમા સારાં -માઠાં હાલ જાણી લઈએ,
ખાટા મીઠા સંબંધોમાં વ્હાલ વાવી દઈએ.

વિત્યા વર્ષની  કડવી યાદો ,
નાની મોટી બધી ફરિયાદો,
કૅલેન્ડરનાં જૂના પાનાંની જેમ ફાડી  દઈએ,
નવા વર્ષમા સારાં -માઠાં હાલ જાણી લઈએ.
ખાટા મીઠા સંબંધોમાં વ્હાલ વાવી દઈએ.

ચાની ચૂસકી સંગ હોય મીઠી વાતો,
અલપ ઝલપ તોય કરવી મુલાકાતો,
સમયની ટીકટીકને ઘડીભર થંભાવી દઈએ,
નવા વર્ષમા સારાં -માઠાં હાલ જાણી લઈએ.
ખાટા મીઠા સંબંધોમાં વ્હાલ વાવી દઈએ.
ડૉ સેજલ દેસાઈ,
સુરત

-


24 DEC 2020 AT 12:42

ડીયર સાન્તા,
વિશ્વભરમાં
આ આખા વર્ષ દરમ્યાન,
ભયંકર બિમારીનો ભેગો થયેલો ભય,
અનિશ્ચિતતાના આંગણે અટવાતો અંધારપટ,
ઉંબરેથી ધીમે પગલે ચાલી આવેલી ઉદાસી,
પોતીકાં સ્વજનોને કાયમ માટે ગુમાવ્યાની પીડા,
આ બધુંયે
ચાલ્યું જાય
આ વર્ષની માફક જ
હંમેશ માટે....
એવી 
કોઈ ગીફ્ટ અમને આપી જાવ !
ડૉ.સેજલ દેસાઈ



-


12 DEC 2020 AT 11:49


એક એવો રોબોટ મળી જાય
જે
ઘરની ચાર દીવાલોની સાથે વાતચીત કરીને
થાકેલા,
બહારની દોડતી - ભાગતી દુનિયાથી બેખબર,
સુર્યોદય કે સૂર્યાસ્ત નો અંદાજ પણ
એક નાનકડી બારીમાંથી આવતાં કિરણોથી લગાવતાં,
પોતાની એક એક ક્ષણની જીંદગીનો ભાર
બીજાને ખભે નાખતાં,
અસહાય , જીર્ણ થઇ ગયેલા શરીરને
થોડા સમય માટે
ફરીથી
પહેલા જેવું જ
સ્ફૂર્તિથી ભરપૂર ,
પાંચેય ઇન્દ્રીયો ચુસ્ત દુરસ્ત બનાવીને,
બહારની દુનિયામાં સહેલ કરાવીને,
દોસ્તો સાથે ગેલ ગમ્મત કરાવીને,
ફરીથી
યથાસ્થાને ગોઠવી દે..
ફરીથી
મૃત્યુની રાહમાં ..


-


Fetching Sejal Desai Quotes