15 APR 2020 AT 17:11

એમને મનાવી શકે એવા શબ્દો કયાંથી લાવું ..
એમને મારા દિલ સુધી પહોંચાડે,
એવો રસ્તો કયાંથી લાવું..
યાદ એમની રાતભર સુવા પણ નથી દેતી,
એનેય કયારેક મારી યાદ આવે,
એવો અહેસાસ કયાંથી લાવું..
ગરમ ચા નો કપ હાથમાં ને
વિચારોની એની માયાજાળ,
એ કપમાં ઉડતી વરાળે એમના,
ચહેરાનો આભાસ કયાંથી લાવું..
આછા થતાં સૂરજના કિરણ
ધીમે-ધીમે ચારેય કોર,
એમાં તમારી યાદ નો અનુભવ કયાંથી લાવું..

🍂 કયાંથી લાવું..

- RN - Hina kamaniya