પ્રકૃતિએ બદલી કરવટ અને સત્યનો પ્રકાશ ફેલાય ગયો,
ગાંધીએ લીધો જન્મ લગભગ ત્યારથી જ ભારતની આઝાદીનો શંખ ફૂંકાય ગયો...
વિદેશની જમીન પર પગ મૂક્યો તો રંગભેદનો અર્થ સમજાય ગયો,
ત્યારથી જ કરમચંદનો રાષ્ટ્રપિતા તરફનો પગરવ મંડાઈ ગયો...
દીર્ઘદ્રષ્ટિ અને આગવી સૂઝબૂઝથી નેતૃત્વની કમાન સંભાળી ગયો,
અંગ્રેજી બોલનારને એ ગુજરાતીનો 'ક' શીખવાડી ગયો...
ચપટી મીઠું ઉપાડવા પગપાળા રસ્તે ચાલતો ગયો,
સાદું જીવન જીવીને એ જીવનનો ખરો અર્થ સમજાવી ગયો...
અહિંસા પરમો ધર્મના પથ પર ચાલી દેશને આઝાદી અપાવી ગયો,
સત્ય જ રહે છે અંત સુધી એ ગાંધી એના વ્યક્તિત્વથી સમજાવી ગયો...
-
A teacher
A mother👩👦
Keep in touch with my poetries...😍😍�... read more
આંખોનું મિલન થયું તો બની ગઝલ,
એક સપનું ખીલ્યું ને બની ગઝલ...
ખુશ્બુ છે પ્રેમના પહેલા અહેસાસની,
તમે હસ્યા ને બની આપણા પ્રણયની ગઝલ...
વરસાદની ભીનાશમાં ખીલ્યું પ્રકૃતિનું ઉપવન,
યૌવનને મળી ભીની લાગણીની સોડ ને બની ગઝલ...
વાત છે હૃદયમાં વસેલી એક મીઠી યાદની,
તારું નામ સાંભળતાની સાથે જ કાગળ પર બની મારી ગમતી ગઝલ...
વરસતી હેલી વ્યક્ત કરે છે વાત દિલની,
મૌન બન્યું સાક્ષી ને બની ગઝલ...
-
જિંદગીની મજા એ માણતો હતો,
અણગમા ત્યજી બધાને ગમતીલો ગુલાલ છાટતો હતો...
દુઃખોથી ભરેલું હૃદય સ્મિતની ચાદરથી ઢાંકતો હતો,
હાસ્યની કલાનો સાચો ઉપયોગ એ જાણતો હતો...
સમયની રમતને એ સમજદારીથી જીતતો હતો,
થોડું જતું કરી સંબંધનો બગીચો એ સજાવતો હતો...
મંજિલ સુધી પહોંચાડતા પગથિયાંની કિંમત એ જાણતો હતો,
કદાચ એટલે જ ઉતરતી સીડીએ એ આત્મસંતુષ્ટિની મજા એ માણતો હતો...
-
રંગ બદલતું ખોળિયું આ તે માણસ છે કે સપનું?
ખુલ્લી આંખે જાત છેતરતું આ તે માણસ છે કે સપનું ?
અંધારાના ઓથે અજવાળું શોધતું,
ક્ષણભરની દિવેટે અનંત પ્રકાશ ઝંખતું આ તે માણસ છે કે સપનું ?
પળે પળે ઈચ્છાઓમાં ગુંચવાતું,
અંતે સમયને દોષ દેતું આ તે માણસ છે કે સપનું ?
બંધ આંખોએ ખુશીઓ વેરતું,
ખુલે આંખો તો ક્રોધ અને ઈર્ષાનો શિકાર બનતું આ તે માણસ છે કે સપનું ?
સાવ અરીસા જેવું આ તો સામે હો તે ભાળે
પૂંઠ ફરે જગ છૂટે આ તે માણસ છે કે સપનું ?
-
શબ્દો ગુંચવાયા,
કલમે અનુભવી મુંઝવણ,
કાગળ બન્યો વ્યાકુળ,
જ્યારે મેં લખ્યું નીલમ...
સરળતાથી કરે શરૂઆત,
લખે ગહન વાસ્તવિકતાની વાત,
પ્રેમને બનાવી વિષય,
લાગણીનો વરસાદ કરે નીલમ...
લખે છે ગજબ,
કવિતા હોય કે ગઝલ,
કૃતિમાં પણ આકૃતિ કંડારે,
એવી છે આ નીલમ...
મારી પ્રત્યેક કૃતિની વાચક,
સુંદર શબ્દોથી આપે પ્રોત્સાહન,
મારા ઇનબોક્સની શોભા વધે,
જ્યારે કૉમેન્ટ લખે નીલમ...
-
*World Poetry Day*
क्या खूब नाता है मेरा उससे,
युही नही मिलते हम रोज़ उससे।।
मेरे दिल का हाल वो अक्सर बया कर जाती है,
क्या करूँ उससे मिले बिना मुजे नींद भी कहा आती है।।
हज़ारो की भीड़ में एक उसने साथ निभाया है,
जिंदगी के हर पहलू में उसने ही मुजे जीना सिखाया है।।
कोई सुने ना सुने वो हमेशा मुजे सुनती है,
मेरी हर बात को जैसे वो खुद जीती है।।
बहोत दिनों बाद उसको खुलकर सुक्रिया करने का मन है,
क्योंकि आज मेरी कविता का जन्मदिन है।।
-
जिंदगी के हर पहलू में छुपा कोई राज़ है,
मेरे आयने में चमकता चेहरा आज कुछ खास है।।
इंसान की कमियों को सुधारने की बात है,
इसलिए तो मैने खुद से ही की शुरुआत है।।
-
કશું નથી છતાં ખર્ચાય જાવ છું,
થોડો સમય આપી હું આમ જ વપરાય જાવ છું...
રસ્તો સીધો જ જાય છે સુખના સરનામે,
પણ શરત છે મુક્તપણાની ત્યાં જ તો હું રસ્તો ભૂલી જાવ છું...
રોજ સમયસર પહોંચું છું ઘરના દરવાજે,
પણ લાગણી વ્યક્ત કરવામાં હું હંમેશા મોડી પડી જાવ છું...
રોજ મળુ છું પ્રત્યક્ષ મારી જિંદગીને,
પણ આવતીકાલની ચિંતામાં હું એને કેમ છે? કહેવાનું ભૂલી જાવ છું...
-
Happy Friendship Day😍
ફક્કી જિંદગીની એકમાત્ર ચાસણી એટલે મિત્રતાની લાગણી....
મિત્ર એટલે મનગમતો સાથ,
હૃદયનો અતૂટ વિશ્વાસ,
જિંદગી જીવવાનો શ્વાસ,
અને સંઘર્ષમાં હિમ્મત આપતો હાથ....
મિત્ર એટલે સબંધનો સાચો સ્વભાવ,
સગપણ વગરનો લગાવ,
દુઃખમાં સંવેદનાનો ભાવ,
અને બિનશરતી ખેલાતો દિલનો દાવ....
મિત્ર એટલે પાનખરમાં વસંતનો વ્હાલ,
મીઠાં સંભારણાંઓની આવતીકાલ,
બેરંગ જિંદગીનો ગમતો ગુલાલ,
અને ખુલ્લી હથેળીમાં વિતાવેલી ગઈકાલ....
-