28 JUN 2020 AT 10:52

પશ્ચાતાપ એ અતિ લાગણીમાં કે અહંમ માં ભૂતકાળમાં મળેલી તક જતી કરી લીધેલા નિર્ણય કર્યા પછી પોતાના દ્વારા કરવામાં આવેલી ભૂલના અહેસાસમાંથી પ્રગટે છે માટે જ મહત્વના નિર્ણય અતિ આનંદમાં, ઉતાવળમાં કે દુઃખમાં લેવાને બદલે એ નિર્ણય લેવા સમય કાઢી શાંતિથી જરૂર પડે તો અન્યની સલાહ લઈને લેવો. પશ્ચાતાપ એને જ થાય જે વ્યક્તિ પ્રમાણિક અને નમ્ર હોય.
કેટલાક સંજોગોમાં પોતાના અંહમને પોષવા અન્ય વ્યક્તિ સાથે વિશ્વાસઘાત કરનારને ચોક્કસ પશ્ચાતાપ થતો જ હોય છે. ત્યારે પશ્ચાતાપ ની આગમાં ભસ્મ થવા કરતા માફી માગીને કે પોતાની જાતને માફ કરીને પરિસ્થિતિ ને સાનુકૂળ કરી શકાય.
પારુલ દેસાઈ

-