આજે વાદળો નું ખડખડાટ હાસ્ય સંભળાયું
ક્યાંક વરસાદનું આગમન થયું લાગે છે ,
એની શિતળતા ને જાણવા કરતાં માણવાનું રાખજો ,
એના અસ્તિત્વ માં બહુ પોતીકાપણું લાગે છે ,
પાણી સાથે લાગણી અને સ્નેહ થી પણ ભીંજવી દે છે,
વળતર માં બસ એક માત્ર બાળપણ જ માંગે છે ,
ક્યારેક ઝરમર ઝરમર વરસે ને મન ને ભીંજવી જાય
તો કદી અણધાર્યો આવી રેલમછેલ બસ વહેવા જ લાગે છે ,
દુઃખ માં જોઈએ તો એ પણ દુઃખી લાગે
અને સુખ માં લાગે જાણે નાચતો હોય ,
સાવ શાંત થઈ એને સાંભળું તો થાય કે
કંઇક કહેવા માગે છે ,
હા, ફરી વાદળો નું ખડખડાટ હાસ્ય સંભળાયું
નક્કી વરસાદનું આગમન થયું લાગે છે ...
-