પ્રેમ પણ કરીશ અને દોસ્તી પણ કરીશ,
તારી સાથે તો હું હસીશ અને લડીશ ..
ખોટું ખોટું ઝઘડીશ ,પાછી પ્રેમ થી માની જઈશ,
તારી સાથે એવી દોસ્તી હું કરીશ...
તું શું કરે છે શું નહીં? પળ પળની ખબર પૂછીશ ,
તું મારા થી કંઈ પણ છપાવીશ,
તો હું તારી આંખોના ભાવ વાંચીશ ,
પ્રેમ પણ કરીશ અને દોસ્તી પણ કરીશ ..
પ્રેમમાં દોસ્તી હોય તો જ મજા છે,
અને દોસ્તી માં પ્રેમ હોવો જરૂરી છે,
હું દોસ્તી અને પ્રેમ બંને કરીશ ..
જરૂર પડે એક દોસ્ત જેમ તારા પડખે ઊભી રહીશ,
રોજ તારી પાસે થી અઢળક પ્રેમ પણ ચાહીશ ,
દોસ્તી પણ કરીશ ને પ્રેમ પણ કરીશ..- Farida Rizwan Desar
7 DEC 2022 AT 18:14