28 JUL 2022 AT 10:51

કેટલી જગાડી જાય છે તું સંવેદના ,
મારી પ્રિય વેદના ..,
તારાથી તો મારે લાગણીઓ રાખવી જ પડે,
કારણ કે ,હું વેદનામાં વલખુ ત્યારે ,
મને બધા ખૂબ સાચવે છે ..,
મને મારા પતી ત્યારે પથારીમાં ખવડાવે છે ,
એ મને પરાણે ચીકુને સફરજનની ,
ચીરીઓ ખવડાવીને એનો પ્રેમ જતાવે છે,
હું જ્યારે બીમાર પડતી ,
ત્યારે મારી મમ્મી ને પપ્પા ને ભાઈ બેન બધા ,
મારે માથે હાથ ફેરવી મારી આસપાસ બેઠા રહેતા ,
કેટલી જગાડે મનમાં સંવેદના,
પ્રિય વેદના ...,
પોતાના ઓ કોને કહેવાય એ પણ સમજાવી જાય ,
પ્રિય વેદના ...,
બીજાનું દુઃખ મહેસૂસ કરી શકીએ ,
જ્યારે આપણને થાય વેદના ,
એટલે જ લાગે પ્રિય વેદના...

- Farida Rizwan Desar