હું જ્યારે કલમ પકડુ, આવી મળે છે શબ્દો ..,
હું ગઝલ રચુ,રચાવા તૂટી પડે છે શબ્દો ..,
મેં તો લખ્યું છે ઘણું શબ્દો ગોઠવીને,
મને પણ કોક દી સમજી શકે જો શબ્દો ,
હું તો રચી શકું શબ્દ, હરેક ચીજ પર ,
અને બગીચાના ફૂલ પર,
" ફોરમ" પર પણ કોઈ લખે શબ્દો ,
માણસ ને હસાવે પણ શબ્દો ,
અને રડાવે પણ શબ્દો ..,
શબ્દ સારો બોલેલો યાદ આવે તો,
હાસ્ય હોઠ પર લાવે શબ્દો ,
અને માઠા બોલેલા શબ્દો ,
જિંદગીભર શૂ ળ બની વેદના આપે,
બોલવા મિત્ર,સદા સારા જ શબ્દો...- Farida Rizwan Desar
27 JUL 2022 AT 12:37