5 DEC 2022 AT 18:52

બદલાઈ ગઈ છું...

હું રજકણ બની રચાઈ ગઈ છું ,
શબ્દ બની છપાઈ ગઈ છું ,
તોરણ બની બારણે ટિંગાઈ ગઈ છું,
વેલ બની પતજડમાં વીંટાઈ ગઈ છું ,
તમે શોધો હું હાથ ક્યાંથી આવું ?
અક્ષરની ઓથે લપાઈ ગઈ છું ,
તમે મુજને હવેથી 'ફરીદા'ના માનશો ,
હું તો સનમ ક્યારની બદલાઈ ગઈ છું..

- Farida Rizwan Desar