😇માં અને મમ'થી મોક્ષ સુધીની સફર એટલે મારી માતૃભાષા ગુજરાતી👻
-
ક્યારે નિસરણી તો ક્યારે અરથિ
બસ આટલું જ અંતર રહ્યું હવે ઘરથી !-
भाई भाई सब करे, सब पैसो को खेल,
गरीबन को ठोकर दिए ,खाली जेब को देख
ऐसो पैसो ना दीयो प्रभु,जो लागे न किसिको काम
दो टक भूखा राखिजो,दियो न किसीकी हाय ।-
ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે,
આ માણસ રોજ વધુ ને વધું ખારો લગે..
સ્વાર્થ સંબંધમાં પ્યારો લાગે અને દુશ્મનીમાં સાપનો ભારો લાગે..
માણસ છે ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે..
વિપદા ટાણે મપાય પાણી કે કેટલાંએ વ્યથા જાણી,
બાકી બધાં જાય મોજ માણી..
માણસ છે ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે..
આ બધું જાણતાં વરસો લાગે અને સમય પણ સરતો લાગે..
ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે..
-
શોધવા દરિયો અમે ઊંડે સુધી ઊતર્યા,પણ છતા ભૂંડા છીછરા નીકળ્યાં..
-
મળ્યો શેતાન આડે કેડે
મે પુછ્યું ક્યાં ચાલ્યો..?
એ કે, લઈ રાજીનામું જાવ છુ ઘરે
કામ જો સંભાળ્યું હવે માણસે મારુ !-
एक दिन मै चिड़ियाघर घूमने गया। मुझे देखते ही सारे जानवर हड़बड़ा गये और पिंजरे में इधर-उधर भागने लगें,तब मैने खुदसे पूछा ऐसा क्यों हुआ? तभी एक बंदर मेरे पास आकर बोला
:हम सब तो जानवर है पर इन्सान हैवान है हैवान..!
आज ये उत्तर सुनकर खुद के इन्सान होने पर घिन्न आयी ।-
માણસ આજે મંગળનાં 'મ' સુધી પહોંચ્યો..
પણ અફસોસ કે માણસનાં 'મ'થી માનવતાનાં 'મ' સુધી નાં પહોંચી શક્યો..!-
મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે?
જીવતાં ડૂબી જતાંને મડદાં તરી જાય છે!
ભૂખ્યાં ને કોળિયો આપતાં હાથ ઘણાં અચકાય છે,
ને પંચતારકમાં એજ હાથ ટીપ આપવા લંબાય છે!
કાંડ કરે ઘેલાઓ અનેક અહીંતહીં, ને ઉઝરડા રાંકનાં બરડે ઉભરાય છે!
લાગણીનો ડોળ કરી એ કેટલાંનુય કરી ખાય છે,
ને અખૂટ ખાવાં છતાંય ક્યાં એ ધરાય છે?!
પરસેવો પાડી એ રોજનું થોડુંક કમાય છે,
એમાં બે ટંકનુય ક્યાં થાય છે.?!
ને પેલાં ઉતારાદી મેડિએ મફતિયાં પડ્યાં પડ્યાં ખાય છે!
ખાલી ખખડતાં કટોરામાં પાવલીનાંય માવઠા નથી,
ને લાલાઓની મહેફિલમાં હાથિયો વરસી જાય છે!
-