20 AUG 2020 AT 22:55

"માં ની સ્મૃતિ"
〰️〰️〰️〰️
રડીને,ત્યાં જ સ્થિર થઈ ગઈ દીવાલો.
ચાલતાં થયા,બારણા બા સાથે.
હિબકાં ભરતો,હિચકો સ્થિર થયો આજે.
બધી બારી બહેરી બની,બા જવાના કાજે.
ડેલિયેથી,દીકરી દોડાવે નજર ઘર મહીં,
ગયેલી નજર,નિસાસો નાખી ખાલી ફરી.
દેખાય નહીં,બા ઓરડા-ઓસરીમાં કહીં.
પિયર "મા"ની મમતા થી શોભતું.
હીંબકે ચડેલી પાંપણને કોણ રોકતું ?
મમતા"મા"ની મૂર્તિમાં બાજી ગઈ.
દોલત દીકરીની ગઈ,સ્મૃતિ 'મા'ની રહી ગઈ.
મીઠી છાંયડી ભાણેજડા ની સૂકી થઈ.
ખુલ્લું રસોડું,અધ ખુલ્લું થઈ,
એ ગયું બાળકો ની મીઠાશ લઈ.
સબંધ,સહવાસ,ને સંવેદના નાં છત,
જિંદગીમાં જોવા ન મળે,હવે એને રટ.
મળવું 'માં' વગરનું પણ કોને, ?
'માં' તે 'માં',બીજા બધા વગડાનાં વા'.
હવે ન વરસે,'માં'નાં સ્નેહનો વરસાદ.
મેળવવો મૂર્તિ માંથી પ્રેમ નો પ્રસાદ.
✍️ જાની.જયા.એચ.તળાજા."જીયા"



- "Jiya"