न कोई वादा या रश्मो का बंधन
फिर भी
हर धन दौलत से बड़ा है यह धन।-
સાહિત્ય ક્ષેત્રે વિદ્યાર્થી
તાળી
"આ શું મમ્મી, આવી મોંઘવારીમાં પપ્પા સેવા કરતા ફરે છે. કાકા કાકી મોટા ગામતરે ગયા એટલે શું આખી જિંદગી આપણે રાજને સાથે રાખવાનો! એ પણ કેવા લાડથી. મારા થી સવાયો. આ તો 'ઘરના છોકરા ઘંટી ચાંટે અને પડોશીને આંટો' એવું થાય છે. આ વાત શ્યામ એની મમ્મી સાથે કરતો હતો અને એના પપ્પા આવ્યા. એને શ્યામને કહ્યું 'દિવાલને પણ કાન હોય છે' શું કહું તને. આજુબાજુ જોઈ હળવેથી બોલ્યા "બેટા, આ તારા ભવિષ્ય માટે રોકાણ છે. જો આ કાગળ પર નજર કર.
કાગળ પર નજર કરતા જ શ્યામ એના પપ્પાને ભેટી પડ્યો. અને આનંદમાં બોલ્યો " વાહ પપ્પા વાહ પડોશીને આંટો જ નહીં દાળ ચોખા પણ આપજો અને બંને હસતા હસતા એકમેકને તાળી આપી.
-
પંખી માળો બાંધે અને જતન કરે નિજ બાળ,
પાંખો ફૂટતાં બાળ તો શોધી લેતા નવી ડાળ,
મારાં મારાં કરીને તેં તો સઘળું સાવ ગુમાવ્યું,
હવે જાગીને લે,તું નિજ આતમ કેરી ભાળ.
-
અંતમાં ઈચ્છા મૃત્યુથી મરાતુ નથી
જીવન સહેલાઈથી જીવાતુ નથી
બસ બધાની એક ફરિયાદ.. પણ
છે એનાથી મન કેમ હરખાતુ નથી.
(જીવનમાં મળે એ માણી લો...
બસ એને જ ખુશી ગણી લો)-
વાત શ્રદ્ધા અને વિશ્વાસની હોય તો જ નરસિંહ મહેતાની હુંડીનો સ્વીકાર થાય,
બાકી તો એક એક પાઈ માટે પણ મનમાં વિષૈલા વિકાર થાય.-
શું કહું તમને? ઘણાં સમય પછી અહીં આવી છું,
બીજું કશું નહીં બસ શબ્દોનો પુષ્પગુચ્છ લાવી છું.
ખૂબ યાદગાર હતાં એ દિવસો, યોરક્વોટ પર..
ફરીથી એ યાદ તાજા કરવા શું હું અહીં ફાવી છું?-
મળે...
ટૂંકી બહર (ગાલગાગા ગાલગા)
એક એવી ક્ષણ મળે
આંખમાં સમજણ મળે.
હેત હૈયે રણઝણે,
દ્વેષના ના રણ મળે.
માન માટે દંડ શું!
એક સારો જણ મળે.
આપશો તે પામશો,
હાથ ખાલી પણ મળે.
જિંદગીમાં હાર શું!
જીત હર આંગણ મળે.
©જાગૃતિ કૈલા, 'ઊર્જા'
-
શ્વાસ જેટલા જ આપ ખાસ છો
દિલની એકદમ આસપાસ છો
સખી, આપ માટે વધુ શું કહું..
રણમાં વિરડી જેવા ખાસ છો
Happy world friends day
-