21 JUL 2018 AT 12:16

જઇ આવ્યા અમે પ્રકૃતિના ખોળે હસતા રમતા
લાગ્યું કે જાણે ગયા અમે સ્વર્ગમાં
કયુઁ પ્રકૃતિ નુ પેટ ભરી દર્શન
ઇશ્વર ની આ કેવી સુંદર રચના છે આ, કુદરત.

જોયા, જાણ્યા પર્વતો ને વૃક્ષો
કીટકો તો જોયા જાણે બન્યા હવે મિત્રો,
જોયા વાદળો પર્વતો એ ઓઢેલા,
જોયા પર્વતો વૃક્ષો થી ઢાંકેલા.

છોડી જ્યારે એ જગ્યા અમે,
હતા દુઃખ દર્દ મનમાં બધાં ના,
હોય છે અમુક મજા અમુક ક્ષણ માટે,
બની જાય છે યાદ કાયમ માટે.

નહીં ભુલાય ક્યારેય આ અમૂલ્ય ક્ષણો,
મઢાઈને રહી ગઈ છે આ પ્રકૃતિની પળો,
જઈ આવ્યા અમે પ્રકૃતિ ના ખોળે હસતા રમતા
લાગ્યું જાણે કે અમે ગયા સ્વર્ગમાં.......

- M@nu