28 JUL 2021 AT 16:08


ગઝલ,,,
હું ધરતી માં ડૂબી ને ધૈર્ય ધારણ કરીશ,
બે-ચાર છાંટા પડતાં સોડમ પ્રસરાવી જઈશ.

હું સમંદર માં ડૂબી ને ગહરાઈ ને પામીશ,
ખૂબ થપાટો ખાઈને મોતી બની બહાર આવીશ.

હું ફૂલો માં ડૂબકી મારી ખીલી જઈશ,
હું હસતાં હસતાં જીવન જીવી જઈશ.

હું સંબંધોને સાચવવા માટે જાતને પણ,
"ગીતા" જરૂર પડ્યે ઓગાળી જઈશ.

આ દુનિયા છે એક પંખીઓનો માળો,
આજે અહીં છું, અને કાલે ઊડી જઈશ.
✍️...© drdhbhatt...

- Dr. Damyanti Bhatt