13 JUN 2020 AT 22:14

ફરી એકવાર
જે ગલીઓમાંથી તું પસાર થતો ત્યાં જોવો  છે તને
એક દરવાજેથી બીજા દરવાજે બહાર નીકળતા જોવો છે તને
ગરબાના તાલે રમતા જોવો છે તને
મારી નજીક આવતાં તૂટતાં તારા તાલ સાથે જોવો છે તને
દૂર અગાસી પર પતંગ ઉડાવતા જોવો છે તને
હાથમાં રંગ લઈ મને શોધતાં જોવો છે તને
જે ગલી, જે શહેર તું છોડી ગયો ફરી ત્યાં ફરતો જોવો છે તને
દિવસો નહી, મહિનાઓ નહી, વરસો વીત્યા
મોત સામે ઊભી હવે તો આવ
એકવાર જોવો છે તને.

-