QUOTES ON #તમન્ના

#તમન્ના quotes

Trending | Latest
7 MAR 2020 AT 9:49

સિતારો ને ચાંદ બનવાની તમન્ના અધુરી રહી,
જંગલ ને બાગ બનવાની તમન્ના અધુરી રહી.

કહેવાય મહાસાગર,છતાં છે સીમિત ક્યાંક,
દરિયા ને આભ બનવાની તમન્ના અધુરી રહી.

કરી શકે એકલપંડે ઉછેર સંતાનનો મૈયા પણ,
જનક ને માત બનવાની તમન્ના અધુરી રહી.

પઢી શકે પ્રેમ,સમજી શકે દર્દ,લખી શકે મૌન!
દિલ ને કિતાબ બનવાની તમન્ના અધુરી રહી.

શિકાયત છે નયનની,કડવી છે ઝખ્મો ની યાદી,
અશકો ને જામ બનવાની તમન્ના અધુરી રહી.

શું ફાયદો!"રક્ષા"મરણ ટાણે આકર્ષે જિંદગી!
શબ ને ઇન્સાન બનવાની તમન્ના અધુરી રહી.

-


4 DEC 2019 AT 23:25

ભરી મહેફિલ માં જેની એક નજર ને
તરસતી હતી આંખો મારી
સુની થઈ ગઈ પળ વાર માં...
મસ્તી હતી જે આંખો માં
મિલન ના પહેલા દિદાર ની
રેલાઈ ગઈ મુખ પર થી જોત જોતા માં...
એક આંસુ આવી ને બેઠું ગાલ પર
નાજુક આંગળીઓ થી લૂછ્યું
ને રાત વીતી ગઈ એની યાદ માં...
આંખો જેની યાદ માં
રાત દિવસ વરસતી હતી
નીચી નજરે જતાં જોઈ એમને
વરસી પડી એ ક્ષણભર માં...
આંખો જેના ઇંતેજાર માં તરસતી હતી
તમન્ના કોઈની ચાહત ની
સાકાર થતી નહોતી
ઝાંઝવા ના જળ ની જેમ
દૂર દૂર ભાસતી હતી...
ડૂબી ગઈ કિનારે દોસ્તો
કાગળ ની એ કશ્તી હતી
પળ વાર માં તૂટી ગઈ જે
ક્ષણભંગુર અમારી હસ્તી હતી...

-


24 JUL 2018 AT 0:31

તમન્ના છે કે કોઈ ચાહે મને,

અફસોસ મુલ્ય ચાહત નું અહિ ચહેરા થી થાય છે!!

-


15 SEP 2018 AT 15:01

મને અેની તમન્ના ઉમ્ર ભર રહી ડંખતી,
મારી કલ્પનાઓ માં હતી જે રહેતી!
નિર્દોષ નદી જુઅો કેવી અલ્લડ થઈ ને વહેતી,
દુઃખ મારુ ને અેનું થોડું અેક જેવુ છે,
હું તરસતો પિયુ મિલન ,અે સાગર મિલન ને તડપતી!

-


15 MAY 2020 AT 9:48

સમય ની ગતિ ને ઓળખી ના શકી જીવન રસ ને માણી ના શકી,
લાગી હતી તરસ લાગણી ના અમીરસ ની પ્રેમસાગર પામી ના શકી.

તું સ્વીકારે મને શક્ય નહોતું કહાની મુજ ઈચ્છા મુજબ વાળી ના શકી,
કહેવા ને ઘણું હતું દિલ માં પણ સામે હોવા છતાં કાંઈ બોલી ના શકી.

પ્રેમ કરું છું અઢળક એક દિ' કહ્યું છતાં જવાબ નો બોજ હું ઝીલી ના શકી,
જવાબ ના હોવા છતાંય એના વિચારો કરવા દિલ ને હું રોકી ના શકી.

પ્રેમ પંથે ચાલી નીકળેલી હું 'પગલી' પગરવ પાછા વાળી ના શકી,
તમન્ના કોઈ નથી બાકી દિલ માં આપ સિવાય કોઈ ને આવકારી ના શકી.

નથી એ નસીબ માં જાણવા છતાં હાથ ની રેખાઓ મિટાવી ના શકી,
શબ્દો બની પાંગરે છે વિચારો મન ના ગઝલ માં છતાં એ પરોવી ના શકી.

બેપનાહ પ્રેમ વચ્ચે પિસાતું રહ્યું જીવન છતાં હર્ફ કોઈ હું ઉચ્ચારી ના શકી,
ઇતિહાસ ખુબ જટિલ છે 'શગુન' ના પ્રેમ નો અન્ય સામે ભેદ હું ખોલી ના શકી.

-


29 DEC 2023 AT 13:41

આ હ્યદયે તરોતાજા યાદ એમની આજ પણ હેમખેમ છે
મળવાની તમન્ના ના પડઘાય હૈંયે આજ પણ અથડાય છે.

-



#હાઈકુ



તમન્ના કરે
કામ, ને તકદીર
સાવ નવરી

-


18 OCT 2018 AT 1:22

તારી તમન્ના છે બીજું કૈ નથી ,

ચિત્ત તો ચોરી ગયુ છે બહુ પહેલા જ કોઈ ,

ચાલે છે બસ શ્વાસ, મારામાં અેથી વધારે કૈં નથી

-


21 JUN 2018 AT 22:07

મૃત્યુ ને પણ આજે જીવવાની તમન્ના થઇ ગઇ
તારા શબ્દો શું મળ્યા,
મારી ચાહત ફરી બેપનાહ થઇ ગઇ...!

-



#હાઈકુ



તમન્નાઓને
કહો, પીછો ના કરે,
તકદીરનો

-