Shivaji Rajput   ('शिवम वावेची')
76 Followers · 38 Following

Teacher
Poet
Joined 25 September 2017


Teacher
Poet
Joined 25 September 2017
27 SEP 2020 AT 21:35

કારણકે...
તારી સાથે મુલાકાતની અમૂલ્ય પળ પણ ત્યારે જ મળે છે!

-


16 JUN 2020 AT 21:02

सहरा में भी सावन कर दे।
तेरी जूल्फे बादल कर दे।।

बचपन की कुछ बाते छेड़ी।
दिल बोला की पागल कर दे।।

रब बसता है कतरा कतरा ।
वाइज* पीना जायज कर दे।।

जख्म भरे भी कैसे जिसको
तेरी नजरे घायल कर दे।।

ऊल्लु बैठे सोच रहे है।
सूरज कैसे गायब कर दे।।
*धर्म उपदेशक

-


16 JUN 2020 AT 20:47

મૂલવવાનું મને તું સાવ, માંડી વાળ.
કરે છે સાવ ખોટો ભાવ, માંડી વાળ.

ખુલા દિલથી મળે તો કંઈ નથી વાંધો,
આ ખોટા મોં ઉપરના ભાવ, માંડી વાળ.

હજી હદથી વધારે તો નથી બગડ્યું,
કિનારા પર હજી છે નાવ, માંડી વાળ.

દવા એક જ છે તારા દર્દની સાંભળ,
જુના તું વલૂરવાના ઘાવ, માંડી વાળ.

'શિવમ' સૌની સમજ સરખી નથી હોતી,
સમજ માટેનો આ ટકરાવ, માંડી વાળ.

-


16 JUN 2020 AT 20:00

जिस्म से आगे कोई कहानी है?
मुजको मेरी प्यास बुझानी है!

ये रिश्ता दुनिया क्या समजेगी,
अपने तो जज़्बात रूहानी है!

-


11 AUG 2019 AT 9:00

तुजसे मिलने की क़ीमत चुकाई है
मेरे हिस्से में अब सिर्फ तन्हाई है!

-


6 NOV 2018 AT 17:59


સૌ મિત્રોને,
સ્નેહીઓને
દિપાવલી પર્વની હાર્દિક શુભેચ્છાઓ!

કાળી ભમ્મર રાતો વચ્ચે દીવો કરજે,
અંધારાની વાતો વચ્ચે દીવો કરજે!

મેઘધનુષી રંગોળીની ભાતો થાશે,
જળના ઝંઝાવાતો વચ્ચે દીવો કરજે!

અંતરની અંટસની વચ્ચે સુખ ખોવાયું,
ભારેખમ ઉત્પાતો વચ્ચે દીવો કરજે,

અજવાળાની ઉણપ તારે નહિ થાવાની,
કાળામશ કલ્પાંતો વચ્ચે દીવો કરજે!

-


1 NOV 2018 AT 20:00

છુટા પડતાની સાથે કૈં બધું પૂરું નથી થાતું,
તૂટેલી ડાળખીમાં પણ હજી જીવંત છે પીડા!

મહોબતમાં મરી મીટનાર સૌ પ્રેમીજનોના સમ,
મહોબતમાં કશું ક્યાં છે? જીવનપર્યંત છે પીડા!

-


10 OCT 2018 AT 18:19

શૂન્યતાનો રાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’
ભીંતનો અટ્ટહાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

એક ગમતી સાંજ ચાખ્યે કેટલાં વર્ષો થયાં
આંખનો ઉપવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

સાવ નિર્જન કોઈ ટાપુ છે હૃદયની મધ્યમાં
ત્યાં જ કારાવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

પાંગર્યું છે ઊર્મિલાનું મૌન મારી ભીતરે
જાતનો વનવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

–મિલિન્દ ગઢવી.

-


23 SEP 2018 AT 11:57


14 SEP 2018 AT 21:05

આપણે
સાથે ન હોઈએ
ત્યારે
કાળ કાચબો
અને
સાથે હોઈએ
ત્યારે
કાળ હરણ
હજી પણ આપણને
અને કાળને શું સંબંધ છે
એની પડતી નથી સમજણ.

✒️સુરેશ દલાલ

-


Fetching Shivaji Rajput Quotes