Nilam Gohel   (Nilam_ki_kalam✍️)
2.9k Followers · 188 Following

read more
Joined 10 January 2019


read more
Joined 10 January 2019
2 AUG 2022 AT 23:37

વ્હાલ વરસાવતું, હેત થી હરખાવતું,
કાયમ મંદ મંદ મલકાવતું મારા પ્રિયતમ નું આગમન..

નયનો શરમાવતું, અધરો સિવડાવતું,
કાયમ સ્પંદનો વધારતું મારા પ્રિયતમ નું આગમન..

મનડું નચાવતું, દલડું ડોલાવતું,
કાયમ લાગણીઓ દિપાવતું મારા પ્રિયતમ નું આગમન..

પ્રણય પ્રસરાવતું, સંબંધ મહેકાવતું,
કાયમ સ્મરણો સજાવતું મારા પ્રિયતમ નું આગમન....

-


22 JUL 2022 AT 16:27

એક સવાલ મેં માનવજાતને કર્યો...

" આટ આટલું હોવા છતાં તારામાં કેમ ધૈર્ય, સંતોષ ને માનવતા ખૂટતી જાય છે...?"

વળતો જવાબ મળ્યો...

" હું તો કામ, ક્રોધ ,મોહ અને લોભના વિકારો થી વીંટળાયેલો છું,
જો હું સંતોષ ધરુ, તો હું માનવી થોડી કહેવાઉં.."
હું તો ધન - દૌલતની લાલચ ના સકંજા માં સંકળાયેલો છું,
જો ખુદના વેચાણમાં લાભ હોય તો, હું તો ખુશી થી વહેંચાઉં..."

-


21 JUL 2022 AT 23:17

તું સ્વીકાર કરે કે ઇનકાર,
મેં તો પ્રેમનો પર્યાય તારા નામે લખ્યો છે..
ફક્ત પામી લેવું પ્રેમ થોડી છે..!
મે તો દિલનો અહેવાલ તારા સરનામે લખ્યો છે..

તું મૌન રહે કે કરે હૈયાની વાત,
મેં તો મારા દલડાં નો હાલ તારી સામે ખોલ્યો છે..
ફક્ત વ્યકત કરવું પ્રેમ થોડી છે..!
મેં તો ખામોશી માં પણ પળે પળે તને સંબોધ્યો છે..

તું રૂબરૂ મળે કે કરે ખ્વાબોમાં મુલાકાત,
મેં તો અંતરના ઓરડે આપણો સંવાદ કાયમ રાખ્યો છે..
ફક્ત નજરથી નજર મળવી પ્રેમ થોડી છે..!
મેં તો બંધ નયનો માં પણ તારો ચહેરો મઢાવી રાખ્યો છે..

-


19 JUL 2022 AT 19:04

અધૂરા સ્વપ્ન હવે ઝંખે છે પૂર્ણતા,
ક્યાં સુધી એને આમ રુંધાવું ગમશે...?
આશાની અટારીએ ધરી બેઠા છે શુષ્કતા,
ક્યાં સુધી એને આમ મૂંઝાવું ગમશે....?

અધૂરા સ્વપ્ન હવે આંખો ને ડંખતા,
ક્યાં સુધી એને આમ ટળવળવું ગમશે..?
નસીબની ડેલીએ રોજ નવેસરથી ખટખટાવતા,
ક્યાં સુધી એને આમ સંતાવું ગમશે....?

અધૂરા સ્વપ્ન હવે મૌનમાં ચીસો પાડતા,
ક્યાં સુધી એને આમ અટવાવું ગમશે...?
શીખવું છે આભમાં એને મુક્તપણે ઉડતા,
ક્યાં સુધી એને આમ પછડાવું ગમશે...?

-


17 JUL 2022 AT 15:53

ના રૂપ ના રંગ, માણસાઈ ના ક્યાં કોઈ ચોક્કસ ગુણ હોય છે,
એ તો હ્રદય થી નીકળી હ્રદયે પહોંચે, માણસાઈ નું તો સદૈવ માનવી પર ઋણ હોય છે..

ના દ્વેષ ના કલેશ, માણસાઈ ના ક્યાં કોઈ ઉદ્વેગ હોય છે,
એ તો સ્વાર્થથી પરે ને સેવા ને ધરે, માણસાઈ ના બંધારણે તો સદૈવ વિવેક હોય છે...

ના અહમ ના ઈર્ષ્યા, માણસાઈ ના ક્યાં કોઈ વેશ કે ભેષ હોય છે,
એ તો નિ:સ્વાર્થ ભાવે કરુણાથી તરબોળ, માણસાઈ ના પાયે તો સદૈવ નિર્મળ સ્નેહ હોય છે...

-


16 JUL 2022 AT 15:33

જ્યાં રિસામણાં સામે મનામણાં હશે,
એ સંબંધો બહુ સોહામણા હશે...
જ્યાં સ્વાર્થ સામે નિ:સ્વાર્થ બમણા હશે,
ત્યાં કાયમ લાગણીના વધામણાં હશે....

જ્યાં આંખોમાં સમાયેલા એકમેકના શમણાં હશે,
એ સંબંધો બહુ નમણાં હશે....
જ્યાં હેત આવકારતા એકમેકના હ્રદય આંગણા હશે,
ત્યાં કાયમ હરખાતા સંભારણાં હશે....

-


15 JUL 2022 AT 19:02

આશા તારે આશા ડુબાડે, આશા ભટકાડે આશા સુજાડે,
આશા નું ક્યાં કદી કોઈ નિશ્ચિત પરિણામ હોય છે..
ક્યારેક નસીબ ના આધારે, ક્યારેક વિશ્વાસ ના સહારે,
છતાં આશાનું જીવનમાં એક આગવું સ્થાન હોય છે..

આશા મનને મક્કમતા અપાવે, તો ક્યારેક આશા ધૈર્ય ખૂટાડે
આશા ફક્ત બેખબર રહસ્યમયી મુકામ હોય છે
ક્યારેક આશા નવી દિશા બતાવે, તો ક્યારેક નિરાશા માં ખપાવે,
છતાં આશા ના દરબારે સૌનું સમાન સ્થાન હોય છે ..

-


14 JUL 2022 AT 12:56

મેળવાઈ ગઈ કુંડળી પણ મન મળવાનું રહી ગયું,
સંબંધના પાયે લાગણી નું ચણતર કરવાનું રહી ગયું...

રાશી - ગ્રહો ને નક્ષત્રો પારખ્યા જીણવટ પૂર્વક,
પરંતુ એક - મેક ના હૃદય પારખવાનું રહી ગયું....

પંડિતો પાસે તિથિ અને મુહર્તો જોવડાવ્યા વારંવાર,
પણ પરિવારો વચ્ચે પોતાપણું સિંચવાનું રહી ગયું...

કુંડળીનું મહત્વ પ્રેમ કરતા પણ વધુ થયું આજકાલ,
સંબંધની સાંકળે સ્નેહ બાંધવાનું સાવ રહી ગયું.....

-


14 JUL 2022 AT 0:23

ગુરુ એ જ સફળ જીવન નો આધાર,
ગુરુ વિના તો સ્વયં જ્ઞાન પણ નિરાધાર..

ગુરુ જ છે જીવન ઘડતરનો પાયો,
ગુરુ વિના તો માનવી અજ્ઞાન થી ઘેરાયો..

ગુરુ છે સમજણ આપતો સાર,
ગુરુ વિના તો આવડત પણ લાચાર ..

ગુરુ જ છે વિદ્યા દીપાવતી વાટ,
ગુરુ વિના તો કોરી પાટી ને શિક્ષણને કાટ..

ગુરુ જ છે સંસ્કારને સજાવતો શ્રૃંગાર,
ગુરુ વિના તો સર્વે અજ્ઞાનતા ને અંધકાર...

ગુરુ જ છે સૌના આદર્શ ને માર્ગદર્શક,
ગુરુ વિના તો માનવી નિસ્તેજ ને નિરર્થક....



-


26 JUN 2022 AT 16:19

શબ્દે શબ્દે બસ તું લખાય ને ,
કેવી સુંદર મારી ગઝલ રચાય,
તારા નામે શરૂ ને તારા નામે ખતમ,
એનાથી વિશેષ મહેફિલ બીજે ક્યાં સજાય..?!

શબ્દે શબ્દે બસ તું બોલાય ને,
કેવી નટખટ મારી વાણી વર્તાય,
તું જ યાદમાં ને તું જ હયાત માં,
એનાથી વિશેષ મહત્વ બીજી કઈ રીતે અપાય..?!

શબ્દે શબ્દે બસ તું મહેકાય ને,
કેવી સુંગંધિત મારી હ્રદયવાડી લહેરાય,
તારા થકી હરિયાળી ને તારા થકી જ સુવાસ,
એનાથી વિશેષ લીલોછમ સંબંધ બીજી કંઈ રીતે રખાય..?!

શબ્દે શબ્દે બસ તું મુસ્કાય ને,
કેવી સ્મિતસભર મારી વાતો મલકાય,
તું જ પ્રણયરાગમાં ને તું જ મધુરા ગાનમાં,
એનાથી વિશેષ લય ને તાલ બીજે ક્યાં ગોઠવાય....?!

-


Fetching Nilam Gohel Quotes