Mayuri Dadal   (મીરા)
3 Followers · 5 Following

Joined 11 April 2024


Joined 11 April 2024
2 MAY AT 17:29

હા હું કેમ જોઉં તમારા જવાબની રાહ?,
હવે તો જીવનમાં બાકી છે મળવાની ચાહ;
તમે પણ જાણો છો કે આ શ્વાસ ટક્યાં છે કેમ?,
હું તો તમારાં વિરહમાં નથી નાખવાની આહ..

-


2 MAY AT 14:31

હૈયાનાં દર્દ હૈયામાં રાખીને આ મલકમાં મલકવાનું છે,
મીરા અહીં રોજ કરમાઈને એક નવી આશાએ ખીલવાનું છે...

-


28 APR AT 10:53

જીવનની છેલ્લી ક્ષણે તમારી સાથે સેલ્ફી લેવી છે,
સાચાં પ્રેમની ભગવાનનાં દરબારમાં સાબિતી દેવી છે..

-


28 APR AT 10:09

આપનો હસતો ચહેરો કદાચ કોઈની હિમ્મત હોય,
પરિસ્થિતિ કોઈ પણ હોય બીજાંને જીવાડવાં માટે હસતા રહો.🤗

-


28 APR AT 2:30

એવું નથી કે, કોઈ કોઈનાં વગર જીવી ના શકે;
પણ જે તમને તમારી આત્મામાં જીવીત રાખે એ સાચો સંબંધ...

-


27 APR AT 23:01

લાગણીનો મેળો જામ્યો છે આસપાસ,
સ્નેહની મોસમમાં મીરા બની છે દાસ..

-


27 APR AT 16:46

ચંચળ મારો સ્વભાવ જેમ પાણીમાં રહે મીન;
સ્થિર તમારાં અડગ મનથી એ ના રહે ગમગીન..

-


27 APR AT 16:39

શબ્દોની અમીરાતમાં એવો જાદુ થઈ જાય,
યાદ આવે તમારી અને તમારાથી વાત થઈ જાય..

-


26 APR AT 10:09

આંખોથી સુંદર કોઈ દર્પણ દૂનિયામાં નથી,
જે તમારાં હદયનું હૂબહૂ પ્રતિબિંબ છે...

-


25 APR AT 23:02

તારાં પર મારો કોઈ હક ના હોવાં છતાં પણ,
તારી આત્માને સ્પર્શવાનો અનેરો આનંદ આપી દીધો.

-


Fetching Mayuri Dadal Quotes