jinal prajapati   (Jinal prajapati (Jini))
569 Followers · 44 Following

read more
Joined 27 December 2020


read more
Joined 27 December 2020
27 JAN 2022 AT 23:23

મઢાવી લઉં હૈયાની હવેલીએ હર હંમેશને એક દર્પણ,
કે નિહાળું જ્યારે જ્યારે મને, ત્યારે તને જ પામું હરપળ.

-


26 JAN 2022 AT 23:35

पनपता रहेगा
ये इश्क
तेरी यादों की
अगवाई मे,
बस जिंदगी के
इन पहियों को
तेरे साथ
होने का
एहसास
काफी है।

-


26 JAN 2022 AT 14:46

મુજ નસેનસમાં વહેતી ભારતની રસધાર,
અભિમાન મને એટલું કે, હું મા ભારતીનો સંતાન

રોપાયેલ સંસ્કૃતિનું વટવૃક્ષ કેવું ઘટાદાર!
એનાં છાંયે પાંગરતો દેશ પ્રેમ, આ ધરાને વફાદાર

નદી, વનરાજી ને પશુંપંખીઓ ભિન્નાકાર,
કેવી મારાં દેશની ગરિમા! કુદરત ય કરે રમમાણ

ભારતભોમની પાઘડી આ તિરંગો દેશકાજ,
એની તો શું વાત કરું, એ તો ફરકાઈને હરખાય!

રજેરજ વંદન કરે આ માટીને વારંવાર,
રાખી લલાટે થતું તર્પણ, લોહી એ તો ખબરદાર

વિસ્તરિત આ જનમેદની કેવો એનો હુંકાર!
અવનીનો હરેક કણ કરે, ભારતનો જય જયકાર.

-


25 JAN 2022 AT 18:00

ઈચ્છું કે, મારાં શબ્દો કાગળ સમ તારા હૃદય પર પણ રાસ કરે
અજરામર બાંધું ઘૂંઘરું આશય તણો, જેનો નિનાદ તુને ખાસ કરે.

-


24 JAN 2022 AT 18:31

વધ-ઘટ થતું શશીનું નૂર એમાં રવિનું તેજ છલકાઈ રહ્યું,
અમાસે અંધકારનો કહેર પણ પૂનમે હરખભેર મલકાઈ રહ્યું,

કેમની કરાવું આ કલમ થકી એકમેકના પૂરકની હરીફાઈ!
ભાનુ ય ચાંદનીનું રસપાન કરવા, નિસ્તેજ થઈ ગરમાઈ રહ્યું.

-


20 JAN 2022 AT 22:04

ચાલી નીકળ્યાં ભવસાગર તરવા લઈ વિશ્વાસ કેરી નાવ,
ને જોત-જોતામાં તો આ એક બનાવ થઈ ગયો!

લાગ્યું કે જે સંબંધો જોડાયાં એમાં નિસ્વાર્થ છે લગાવ,
ને ઊંડા ઉતરીને જોયું તો એ તણાવ થઈ ગયો!

ઊમળકો હતો કે જીંદગી એકાદ પ્રેમનો પાઠ તો ભણાવ,
જોયું તો લાગતો સપાટ માર્ગ, ઢોળાવ થઈ ગયો!

કહ્યું કે દિલમાં રહેવા કાજ લાગણીની ઈમારત ચણાવ,
થોડા ઘણા દિ'સે તો હું એમાં ઘરકાવ થઈ ગયો!

ઓળખાણ હતી આમ તો મોટી, ને કેવો ભ્રમનો પહાડ!
જાત શોધતાં જોયું તો ચરાવતો ગોવાળ થઈ ગયો.

મિથ્યા લાગતી એ વાતો કે ના આવે માણસાઈમાં કટાવ,
'જીનલ' એમાં તો રાતોરાત સ્વાર્થનો છંટકાવ થઈ ગયો.

-


18 JAN 2022 AT 13:52

આ જીવનને ઉઠતાં, જમતાં ને સૂતાં કેવળ તારો આધાર,
એથી મળેલ સ્મૃતિ, શક્તિ ને શાંતિ થકી માનું તારો આભાર,

મળતો તડકો, છાંયો ને વરસતો આ મેઘ કેવો અનરાધાર!
એથી મળેલ સાહસ, માનસ ને ભીનાશ થકી માનું આભાર,

હોય ભલે સુખ, દુઃખ કે પછી ઝરતું ઝરણું આંખે ચોધાર!
હર ટાણે તે ચાંપ્યો છાતી સરસો, કઈ રીતે માનું હું આભાર?

કેમ ખોળું સાથ! અહીં કણે-કણમાં કેવળ તારો જ ભાર,
'જીનલ' અહર્નિશ કોઈ કારણ વગર જ માને તારો આભાર,

હે પ્રભુ! તે ઘડેલાં કાચી માટીનાં કોડિયાંનાં આ બજાર,
હું કૃતજ્ઞી, કરું કર્મઠ દીપ પ્રજ્વલિત ને માનું તારો આભાર.

-


13 NOV 2021 AT 12:56

અમથી હતી એ કેડી જ્યાં એકલું જીવન દોડતું હતું,
હાથ થામનાર મળ્યો મુસાફર ને સપનું નવું ખીલતું થયું

ગૂંથી હતી જે માળ નિતરતાં નેહ તણાં મણકા થકી,
એનાં એક એક મોતીએ હવે પ્રેમનું ગૂંથણ ગૂંથાતું થયું

રચાવ્યો હતો રાસ લાગણીનાં ઊંડા દરિયે ઉમંગથી,
ઉમેરો થયો તુજ રાગનો ને સંગીત પ્રીતીનું ગવાતું થયું

શુશોભિત હતી એ કાચા રંગોની સુવાસિત રંગોળી,
બેદાગ રાખેલું મુજ જીવન હવે, તારા રંગે રંગાતું થયું

ખોખલી હતી વાતો આ હૃદયમાં અનુરાગી સાથની,
પગરવ ગૂંજ્યો હૃદયદ્વારે ને બેજાન હૈયું ધધગતું થયું

શ્યાહીનો ખડિયો ઢોળાયો ઘણાં ફલક પર ઠાઠથી,
'જીનલ'ની કલમથી મઢેલ કાગળનું સરનામું હવે તારું થયું.

-


26 MAY 2021 AT 13:47

ઘડતર તો ઊંડો દરિયો છે, જાણું!
ખોળું ખુદને તો હજુય તરતો જ જાણું!

પૂગીને આસમાનમાં ને ઉડાય ઘણું,
પણ આ ધરાએ જ વિસામો સદાય માણું

ભલે બંધાય વખાણના પુલ, જાણું!
પણ, કેડી તણા રસ્તાને જ મહાન ગણું

દિ'સે દિ'સે મોટા થવાય છે, જાણું!
પણ માત-પિતાના ખોળાને જ મોંઘેરો ગણું

આ સમયને હું ઘણો જબરો માનું,
પરિસ્થિતિને અનુકૂળ રહેતા શીખવાડે ઘણું

ઘડતરમાં જીવન ખપી જાય આખું,
અહીં ક્ષણે ને ક્ષણે જાત ઘડાય છે જાણું.

હરપળ ઘડતરનું પગથિયું ચણાય,જાણું!
'જીનલ' કહે ને,આ લીપ તણો મારગ કેમનો માણું?

-


25 MAY 2021 AT 22:18

કદી સારો તો કદી નરસો લાગે છે,
સમયના ચક્રને સમજતા હજી વરસો લાગે છે

કદી છાંયો તો કદી તડકો લાગે છે,
જીવનનો સાર આ બેઉમાં જ તરતો લાગે છે

કદી એકલો તો કદી ભળતો લાગે છે,
'જીનલ' મંજીલ સુધી મારગ હવે કપરો લાગે છે

કદી એક બુંદ તો કદી દરિયો લાગે છે,
ઓળખ કરવામાં હજીય ઘણો ફટકો લાગે છે

કદી ધારેલો તો કદી અણધાર્યો લાગે છે,
ડગલેને પગલે હવે વાતાવરણમાં પલટો લાગે છે

કદી સ્થિર તો કદી ખરતો લાગે છે,
માણસ માણસાઈ છોડીને બધે ઢળતો લાગે છે

કદી જાણ્યો તો કદી અજાણ્યો લાગે છે,
આ માનવ ખુદને જ ખુદથી આજે છળતો લાગે છે

-


Fetching jinal prajapati Quotes