Hetu Parmar  
99 Followers · 7 Following

Joined 27 May 2019


Joined 27 May 2019
19 APR 2020 AT 8:16

વસિયત નહીં વારસામાં વ્હાલ મળે
એથી વિશેષ તો હું શું કહું...!

-


9 MAY 2020 AT 18:38

શ્વાસ છોડવામાં ના ડરીશ તું, હું છું ને
મારા પ્રાણ ધરું,તું અગત્ય છે તો છે!

-


9 MAY 2020 AT 18:35

હરિ સ્મરણ......💕🌸

-


9 MAY 2020 AT 13:26

નામ થી
કામ ન થાય,
કામ થી
નામ થાય !

-


8 MAY 2020 AT 16:06

હોડી ક્યારેક કિનારે પહોંચાડે પણ ખરી અને ક્યારે પછાડે પણ ખરી ... કદી કોઈને પ્રેમ આવો ન કરતા...
કરજો ... તો સ્થિતપ્રજ્ઞ રહી ને !!

-


5 MAY 2020 AT 12:16

પ્રેમ,વ્હાલ,ઘર, ઈમારત નો પાયો મજબૂત છે
તે પ્રેમ કર્યો છે,મોહબ્બત નો પાયો મજબૂત છે
તને પ્રેમ, પૂજા, તને અર્ચના,કેવળ તારામાં શ્રદ્ધા
સઘળું ફળે છે,ઈબાદત નો પાયો મજબૂત છે
અઢળક મળ્યું છે મને તારા તરફથી દોસ્ત
ઢગલો વ્હાલ,ચાહત નો પાયો મજબૂત છે
આકાશ પાતાળ થી મેળવી ને રહીશ ઈશ્વર ને
એ જ ઈચ્છા,મન્નત નો પાયો મજબૂત છે
તારું સ્થાન કોઈ ના લઈ શકે એની ખાતરી છે
તું જ બધું,જન્નત નો પાયો મજબૂત છે

-


3 MAY 2020 AT 15:24

લોકડાઉન માં કોઈ ડાઉન ન થતાં. ડાઉન થવાની જરૂર પણ નથી..આ સમય પોતાને શોધવાનો છે... માટે ખુશ રહેજો, મન ગમતું કામ કરજો.થોડી ધીરજ ની તો વાત છે. ધીરજ ધરીશું તો ઉદાસી નું શ્રીફળ નહીં ધરવું પડે, માટે થોડું સહન કરી લો આ પરિસ્થિતિ ને...સ્વીકારી લેશો તો આવનારી પરિસ્થિતિ તમારી ખુશીઓ ની પર હશે. હા.. લોકડાઉન છે.. કારણ કે આ પોતાનામાં ખૂલવાનો સમય છે , ખીલવાનો સમય છે.
લોકડાઉન ભલે રહ્યું...આકાશ તો ખુલ્લું છે ને..તો મન મુકીને.. વિહરો...આ ખુલ્લું આકાશ જ તમને ખુલવાની તક આપશે.....ખુશ રહો ! ખુશ રાખજો !

-


2 MAY 2020 AT 15:40

મારું મન વ્યસ્ત છે આજ કાલ
શું કરું, તું અગત્ય છે તો છે !
તારા સિવાય અહીં નહીં જીવાય
તને સ્મરું ,તું અગત્ય છે તો છે!
અંધારું છે મારી ચો તરફ, પણ
તને દીવો કરું,તું અગત્ય છે તો છે !
શ્વાસ ને છોડવામાં ના ડરીશ તું, હું છું ને
મારા પ્રાણ ધરું,તું અગત્ય છે તો છે!
રાજા ની રાણી ની,પરીઓ ની,પ્રેમ ની
તને વાર્તા કરું,તું અગત્ય છે તો છે !

-


2 MAY 2020 AT 14:50

आप ही गुलाबी कारण है उस बात का
वरना ये गुलाबी होठ ऐसे नहीं मुस्कुराते!

-


2 MAY 2020 AT 14:46

તું જ એક ગુલાબી કારણ હોઈશ એનું
નહિ તો આ ગુલાબી હોઠ એમ ના મલકે

-


Fetching Hetu Parmar Quotes