Amit Rajeshbhai Budheliya   (Amit)
147 Followers · 37 Following

TEACHER (જય સાંઈનાથ )
Joined 31 March 2020


TEACHER (જય સાંઈનાથ )
Joined 31 March 2020

ફૂલો તો હજી ખીલ્યા ન હતા, ઉપવન મુરઝાયું,
કેવી આવી હવા ખરી ગયા પુષ્પો, ઉપવન મૂરઝાયું.

આજે આકાશ પણ લાગતું હતું કેવું તારા વિહોણું,
ધરતી પણ નિર્જન થઈ ગઈ કેવું હતું આ ટાણું.

જળ એ જીવન છે આ કહેવત હતી કહેવાણી,
જળમાં જ ડૂબી જિંદગી જે નથી હજી જીવાણી.

હું આવું છું એવું કહી ગયા કેવા મીઠા વેણ,
શું ખબર હતી પાછા સાંભળવા નહિ મળે મધુરા વેણ.

કોઈનો હતો દીકરો,કોઈની હતી લાડલી બહેન,
હૈયાફાટ રુદન થી ગુંજી ઉઠ્યું સુકાયા ના નૈન.

બસ પ્રાથના છે ઈશ્વરને કરજે તેમનું જતન,
પાછા આવે એ લાડલા જેને ગુમાવ્યું પોતાનું રતન.
અમિત બુધેલિયા ✍️

-


29 OCT 2023 AT 10:31

યાદો માં હરદમ રહેશો, માંગીશું ઈશ્વર પાસે દુવા,
સંબંધો ની વ્યાખ્યા તમે સમજાવી ગયા,પણ ઘણા છેટા થઈ ગયા મારાથી મારા ફુવા.
તમને ખુબજ મિસ કરીશું.......
અમિત બુધેલિયા 😭😭😭

-


28 SEP 2023 AT 22:30

હંમેશ રાખીએ મુખેથી મીઠી વાણી,
ત્યારે થશે ખુશીની ઉજાણી.

હાથ મદદનો કરીએ કોઈના ભણી,
ત્યારે થશે ખુશીની ઉજાણી.

મુખ પર લાવીએ સ્મિતની સરવાણી,
ત્યારે થશે ખુશીની ઉજાણી.

સંપની માળા એક તાંતણે પોરવાણી,
ત્યારે થશે ખુશીની ઉજાણી.

થોડામાં જેને અપાર ખુશી માણી,
ત્યારે થશે ખુશીની ઉજાણી,

પર-સેવામાં જેની જીંદગી ખપાણી,
ત્યારે થશે ખુશીની ઉજાણી.

અમિત બુધેલીયા✍️

-


9 SEP 2023 AT 18:35

મૂળાક્ષરો છે અશ્વ અને લગામ જેની બારાક્ષરી,
શબ્દો છે સારથી,ત્યારે વાક્યો બને મહારથી.

શબ્દો છે જન્મ અને શબ્દો છે અંતિમ અર્થી,
શબ્દો છે દર્પણ અને શબ્દો આપણી આરસી.

શબ્દો રામાયણ અને શબ્દો મહાભારતના સાક્ષી,
શબ્દો છે વનવાસ અને શબ્દો ધૃતક્રીડા જેવા સ્વાર્થી.

શબ્દો છે પુષ્પ અને શબ્દો જ કાંટાળી ડાળખી,
શબ્દો છે બંદગી અને શબ્દોજ ઈશ્વરની આરતી.

શબ્દો છે કાવ્ય અને શબ્દો છે કવિના આજ્ઞાર્થી,
શબ્દ છે પાર્થ અને શબ્દ જ છે કૃષ્ણ રૂપે સારથી.

અમિત બુધેલીયા ✍️

-


7 SEP 2023 AT 10:47

(કૃષ્ણ ગીત) રાગ:રમવા આવે માડી....

હૈયું હરખાય મારું હૈયું હરખાય,
માધવના આગમનથી હૈયું હરખાય (૨) મારા..

નંદ ઘેર આનંદ ભયોના નાદ સંભળાય,
કાનુડા ની આઠમથી હૈયું હરખાય (૨) મારા...

દેવકી યશોદા નો કાન્હો કહેવાય,
કાળિયાના આવવાથી હૈયું હરખાય (૨) મારા..

દ્વારિકા ગોકુળમાં હરખના ગીતો ગવાય,
ગોપાલના જન્મથી હૈયું હરખાય (૨) મારા...

ઘેર ઘેર કનૈયાના પારણાં જુલાય,
કૃષ્ણ ના આગમનથી હૈયું હરખાય (૨) મારા...
અમિત બુધેલીયા ✍️

-


5 SEP 2023 AT 12:04

તમેછો મારા શિક્ષણના પાયાના પથ્થર,
ગુરુજી તમને મારાં સત્ સત્ વંદન.🙏

કાચી માટી માંથી બનાવ્યું સુંદર ઘડતર,
ગુરુજીના ચરણ કમળ માં સત્ સત્ વંદન.🙏

શિસ્ત, ક્ષમા અને કર્તવ્યનું છે જે દર્પણ,
મારા ગુરુજી ને મારા સહૃદય સત્ સત્ વંદન.🙏

માં ના સ્તરને કર્યું છે જેને હંમેશ સાર્થક,
મારા ગુરુજી તમને મારા કોટી કોટી વંદન.🙏

શાળા ઉપવનના ફૂલોને સિંચ્યા તમે હર પલ,
મારા ગુરુજી તમને મારાં કરબધ્ધ વંદન.🙏

સર્વપલ્લી, ચાણક્યના છો આપ સમકક્ષ,
શિક્ષણના જ્યોતિર્ધર તમને સત્ સત્ વંદન.🙏

અમિત બુધેલીયા ✍️

-


30 AUG 2023 AT 12:02

મારી બહેન ભલે ને હોય મારાથી નાનકડી,
મોટી થઈ જાય છે જ્યારે એ બાંધે છે રાખડી.

રેશમના તાતણામાં રક્ષી જાય છે જીવલડી,
દુખણા લઈને આપે આશિષ આ રૂડી પારેવડી.

ભલે હોય દૂર હંમેશ શોધે તેને મારી આંખલડી,
દિલથી નીકળે આશિષ હંમેશ સુખી રહે બેનડી.

ભાઈ બહેન ના તહેવારની રૂડી છે વાતલડી,
ભાઈની બહેન લાડકી અને બાંધે રૂડી રાખડી.

અમિત બુધેલિયા ✍️

-


29 AUG 2023 AT 19:43

મોટાભાઈ તમે છો અમારા લેખનના વાહક,
અને અમે છે yq ના અનોખા ચાહક.....
તમારા થકી જ મળે છે પ્રેરણા અને સાહસ,
જન્મદિવસ ની અગણીત શુભેચ્છા...💐💐
અમે છે તમારા અને yq ના અનોખા ચાહક...

-


29 AUG 2023 AT 12:08

મહેનત કરવા વાળાને ક્યાં નડે છે આ બેરોજગારી,
વગર મહેનતે રાતોરાત અમીર બનવાની છે આ બીમારી.

સફળતા તેને મળે જે પરસેવે નહાય,છે જેની તૈયારી,
સફળતા તેને જ મળે છે જેને કિસ્મતની લકીરો ને કંડારી.

શ્રમથી જ ખૂલે છે આપણા કિસ્મતની બારી,
ઠંડે છાયે ક્યાં ખીલે છે સફળતા ની ક્યારી.

પરિસ્થિતિ ને કાયમ દોષ દે તે મનથી છે ભિખારી,
હાલાતને જે જુકાવે એને ક્યાં નડે છે આ બેરોજગારી.

અમિત બુધેલિયા ✍️

-


24 AUG 2023 AT 21:52

ભાષા મારી ગુજરાતી,હું છું ગુજરાતી,
મીઠી બોલી મારી ભાષા મારી ગુજરાતી.

નર્મદ ની છે વ્હાલી,મારી ભાષા ગુજરાતી,
આવકારો મીઠો આપે,એ ભાષા ગુજરાતી.

જનની સમ ખમ્મા બોલે ભાષા ગુજરાતી,
પિતા સમ પડછાયો બને તે ભાષા ગુજરાતી.

નીંદર મીઠી આવે તે હાલરડાંમાં ગુજરાતી,
જાણે લાગે મીઠી વાની તે ભાષા ગુજરાતી.

માતૃભાષા નું ગૌરવ છે તે ભાષા ગુજરાતી,
ધન્ય છે ગુજરાત ,ધન્ય છે ભાષા ગુજરાતી.
અમિત બુધેલિયા ✍️



-


Fetching Amit Rajeshbhai Budheliya Quotes